Rajkot High-Profile Liquor Party Busted: 76 People Detained in Hotel Raid | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
Rajkot High-Profile Liquor Party Busted: 76 People Detained in Hotel Raid | TV9Gujarati
7 558 просмотров · 2 дн. назад
TV9 Gujarati
5,01 млн подписчиков
7 558 просмотров · 2 дн. назад
Rajkot High-Profile Liquor Party Busted: 76 People Detained in Hotel Raid | TV9Gujarati
#RajkotRaid #LiquorParty #BirthdayPartyRaid #PoliceAction #RajkotNews #BuildersArrested #AlcoholRaid #GujaratNews #InfluentialPeople #HotelRaid #TV9Gujarati
રાજકોટમાં મોડી રાત્રે એક હોટલમાં યોજાયેલી બર્થડે પાર્ટી પર પોલીસના દરોડાથી ભારે ચકચાર મચી છે.
શહેરના જાણીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ અને તબીબોની હાજરીમાં યોજાયેલી પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો પોલીસનો દાવો છે.
સરાઝા હોટલના બેન્ક્વેટ હોલમાં બિલ્ડર ચિરાગ પટેલની એડવાન્સ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસને ખાનગી બાતમી મળતાં જ આખો કાફલો હોટલ પર ત્રાટક્યો હતો.
દરોડા દરમિયાન 43 પુરુષો અને 33 મહિલાઓ સહિત કુલ 76 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પોલીસે દારૂ પાર્ટી મામલે 38 લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે.
પોલીસની વિગતો મુજબ, અટકાયત કરાયેલી 33 મહિલાઓએ દારૂનું સેવન કર્યું નહોતું.
હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાઈ મનીષ વરમોરા પણ પાર્ટીમાં હાજર હોવાની માહિતી સામે આવી છે.
જોકે, પોલીસના જણાવ્યા અનુસાર તેમનું નામ દારૂનું સેવન કરનારાઓની યાદીમાં નથી.
હોટલના સ્ટાફ અને સંચાલકોના દારૂના સેવન અંગે પણ પોલીસ કાર્યવાહી દરમિયાન વિગતો સામે આવી છે.
પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા પાર્ટીમાં હાજર લોકોની કેમેરાથી બચવાની દોડધામની થઈ રહી છે.
મીડિયાના કેમેરા સામે આવતાં કેટલાક લોકોએ મોઢું છુપાવીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
કેટલાક દ્રશ્યોમાં લોકો પાછળના રસ્તેથી નીકળતા પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન પોલીસની કામગીરી અને સમગ્ર કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
મીડિયા ટીમ પહોંચતાં હોટલની લાઇટ બંધ કરાવવામાં આવી હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે.
રાત્રે દરોડા બાદ સવારે 6 વાગ્યા સુધી મેડિકલ તપાસ માટે લઈ જવામાં વિલંબ કેમ થયો તેવો સવાલ પણ ઉઠ્યો છે.
તમામ લોકોને જામીન મળ્યા બાદ પાછળના દરવાજેથી રવાના કરાયા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
પોલીસે કોઈ દબાણ વગર કાયદેસરની કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે.
તો બીજી તરફ, જાણીતા ચહેરાઓની હાજરી અને કાર્યવાહી દરમિયાન બનેલી ઘટનાઓને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
શું કાયદો સૌ માટે સમાન રીતે લાગુ પડે છે? શું આ સમગ્ર મામલે વધુ તપાસ થશે?
રાજકોટની આ હાઈપ્રોફાઇલ બર્થડે પાર્ટી, પોલીસ દરોડા અને કેમેરાથી બચીને ભાગતા લોકોના વાયરલ દ્રશ્યોનો સંપૂર્ણ અહેવાલ જુઓ TV9 Gujarati પર.
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com