Rajan Kapra New Gujarati Ramapir Song | Ramdev Raj | રામદેવ રાજ | Ramdhani Song
PaRa Music Gujarati Bhakti
0:00 / 0:00
Rajan Kapra New Gujarati Ramapir Song | Ramdev Raj | રામદેવ રાજ | Ramdhani Song
1 098 просмотров · 11 дней назад
PaRa Music Gujarati Bhakti
85 подписчиков
1 098 просмотров · 11 дней назад
🙏 રામદેવ રાજ — રાજન કાપરાનું ભક્તિમય ગુજરાતી રામાપીર ગીત. 🌺
રામાપીરના ભક્તિભાવથી ભરપૂર આ રામધણી ગીત સાંભળો અને ભક્તિમાં લીન થઈ જાઓ. 🙏✨
નવા અને ભક્તિમય ગુજરાતી ભજનો માટે @PaRaMusicGujaratiBhakti ને Subscribe કરો 🙏🎶🌺
Credits:
Singer: Rajan Kapra
Music: Becharbhai Shankarji Kahrecha
Lyricist: Maulikbhai Babubhai Desai
Lyrics:
જીવન જલસાવાળું જીવુ ના હોય મોળો મિજાજ
રેણી કેણી રૂતબો મારો રોયલ રીવાજ
લાખ વાતે લૂંટાય ના લાજ, રામદેવ કરાવે સે રાજ
સફળતાના શિખર ચડું તું છે મોથાનો સરતાજ
આગવી અદા ઉજળું નોમ મારો અલગ અંદાજ
લાખ વાતે લૂંટાય ના લાજ, રામદેવ કરાવે સે રાજ
સાગર જેવડું સત તારી ડુંગર જેવડી દયા
અમે તો અલખધણી તારામો તલ્લીન થયા
હોંકારે હાજર હિંદવો હોંભળે હૈયાનો અવાજ
નથી અધૂરા અરમોન મારી લાઈફ લાજવાબ
લાખ વાતે લૂંટાય ના લાજ,મારો રામદેવ કરાવે રાજ
તારા લખેલા લેખમાં કોઈ મેખ ના મારે
તારા જીતાડેલા જગમાં કોઈથી કદી ના હારે
સોનેરી શરૂઆત કરીયે અમે તારા સહારે
આતમ અકળાય તો આવીને અમને તું ઉગારે
તારા ભાલાની અણીએ ભાળી ખમ્મા રે ઘણી
જીવન હર્યુંભર્યું હેમખેમ રાખજે રોમાધણી
જીવન જલસાવાળું જીવુ ના હોય મોળો મિજાજ
રેણી કેણી રૂતબો મારો રોયલ રીવાજ
લાખ વાતે લૂંટાય ના લાજ, રામદેવ કરાવે સે રાજ
રામા તારા ભજનની પ્રભુતા બઉ ભાવવાળી
જેને જાણી જેને માણી એને હોય હરિયાળી
ડગલે પગલે દર્દ વેરે આ દુનિયા છે દગાળી
એક તું પોતાના માને બાકી બધે લાલચ ભાળી
ખૂણે ખૂણે ફરી દુનિયાના લોકો મેં અજમાયા
અમારો આધાર બનીને અલખધણી એ અપનાયા
જીવન જલસાવાળું જીવુ ના હોય મોળો મિજાજ
રેણી કેણી રૂતબો મારો રોયલ રીવાજ
લાખ વાતે લૂંટાય ના લાજ, રામદેવ કરાવે સે રાજ
#ramdevraj
#rajankapra
#paramusicgujaratibhakti
#ramdevpirbhajan
#ramadhani
#gujaratidevotionalsongs
#gujaratibhaktisong