Anand No Garbo | આનંદ નો ગરબો | Bahuchar Maa No Garbo | New Gujarati Garba | Navratri Garba Song
Vision Gujarati Bhajan
0:00 / 0:00
Anand No Garbo | આનંદ નો ગરબો | Bahuchar Maa No Garbo | New Gujarati Garba | Navratri Garba Song
1 806 просмотров · 2 дн. назад
Vision Gujarati Bhajan
25,1 тыс. подписчиков
1 806 просмотров · 2 дн. назад
Title - Anand No Garbo Full Gujarati with Lyrics
Singer - Shubhangi Joshi
VFX - Vision Graphics
Label - Vision Gujarati Bhajan
આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા
ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા………………૧
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા
છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા………………૨
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા…………………….૩
તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા
અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા……………..૪
નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા
કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા………………..૫
કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા
મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા……………..૬
મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા
કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા……………….૭
પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા
પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા…………………..૮
અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા……………….૯
રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા
ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા………………..૧૦
મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા……………….૧૧
અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા………………..૧૨
જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં……………………૧૩
પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા……………………૧૪
આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા………………૧૫
શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા…………………..૧૬
માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં…………….૧૭
નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા…………………..૧૮
તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા…………………..૧૯
પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા……………….૨૦
પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા…………..૨૧
મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા………………….૨૨
જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા………………..૨૩
વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા……………..૨૪
અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા
નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા…………૨૫
પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા
જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા………………………૨૬
ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા
જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા………………૨૭
કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા
ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા…………….૨૮
રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા
ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા……………૨૯
જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા
કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા…………………૩૦
મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા
બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા…………………૩૧
ન લહે બ્રહ્મા ભેદ , ગૃહય ગતિ ત્હારી મા
વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા…………………..૩૨
વિષ્ણુ વિલાસી મન , ધન્ય જ ઉચ્ચરિયા મા
અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા……………૩૩
માને મન માહેશ, માત મયા કીધે મા
જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા………………………૩૪
સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા
નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા………………………૩૫
મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તારાહ, તે તુજ મહાત્મ્ય મહી મા ……………….૩૬
પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા
બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા…………………….૩૭
મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું મા
તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું મા………………………૩૮
કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા
ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું મા…………………….૩૯
વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા
એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા………………૪૦
જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા
મા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ મા…………………………૪૧
મહિરાવાણમથિ મેર, કીધે રવૈયો સ્થિર મા
કાઢ્યાં રત્ન એમ તેર, વાસુકિના નેતર મા…………………..૪૨
સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા
અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા……………..૪૩
સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા
આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા…………………………૪૪
આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા
દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા………………..૪૫
નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા
રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા………………….૪૬
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા…………………૪૭
બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોથી મા
સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહ થી મા……………….૪૮
વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી મા
શક્તિ સૃષ્ટી મંડાણ, સર્વ રહ્યાં રાખી મા…………………..૪૯
જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા
સમવિત ભ્રમતિ ખોઈ, કહી ન શકું કેવી મા…………….૫૦
🌺 Maa Bahuchar Mata bless everyone with happiness, prosperity, peace and devotion. 🌺
If you enjoy this Garba, please Like 👍 | Share 🔔 | Subscribe ❤️ to our channel for more Gujarati Garba, Mataji Na Garba, Bhajans and devotional songs.
શુભ નવરાત્રી! 🙏 જય બહુચર માં! 🌺
#AnandNoGarbo #આનંદનોગરબો #BahucharMaa #BahucharMaaNoGarbo #GujaratiGarba #GujaratiGarbaSong #NavratriGarba #Navratri2026 #MatajiNaGarba #GarbaSong #GujaratiNavratri #MaaBahuchar #NavratriSong #NewGujaratiGarba #Garba #GujaratiBhajan
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe and stay updated to Vision Gujarati Bhakti
/ @visiongujaratibhajan
For Latest Gujarati Bhajans, Bhakti Songs, Garba & Lot More