જિલ્લા સિનિયોરિટીના આધારે ફરજિયાત HTAT બઢતી અને 3:2 રેશિયોનો નવો નિયમ!
Sanjay Patel
0:00 / 0:00
જિલ્લા સિનિયોરિટીના આધારે ફરજિયાત HTAT બઢતી અને 3:2 રેશિયોનો નવો નિયમ!
776 просмотров · 3 недели назад
Sanjay Patel
462 подписчика
776 просмотров · 3 недели назад
નમસ્કાર મિત્રો, આ વિડિયોમાં જિલ્લાની સિનિયોરિટીના આધારે ફરજિયાત HTAT તરીકે બઢતી આપવા બાબતના નવા નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
વિડિયોના મુખ્ય મુદ્દાઓ:
પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને 3:2 ના પ્રમાણમાં બઢતી આપવામાં આવશે.
પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંનેની અલગ-અલગ સિનિયોરિટી યાદી બનાવ્યા બાદ તેમાંથી એક કોમન યાદી બનાવવાની રહેશે.
આ કોમન યાદીમાં દરેક 5 ક્રમમાં પ્રથમ 3 ક્રમ (1, 2 અને 3) પ્રાથમિક શિક્ષકોને તથા ત્યાર પછીના 2 ક્રમ (4 અને 5) ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને ગોઠવવાના રહેશે.
તે પછી આવતા બાકીના ક્રમાંકો પણ આ જ પદ્ધતિથી ગોઠવીને બઢતી આપવાની રહેશે અને તે મુજબ રોસ્ટર રજિસ્ટરો નિભાવવાના રહેશે.
ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ બઢતી સ્વીકારવી ફરજિયાત છે અને તેનો અસ્વીકાર કરનારને ઉચ્ચતર પગાર ધોરણનો (પગાર ગ્રેડનો) લાભ મળશે નહીં.
બધી જ માહિતી માટે આ વિડિયો અંત સુધી જુઓ અને અન્ય શિક્ષક મિત્રો સાથે શેર કરો.
#HTATબઢતી #પ્રાથમિકશિક્ષક #સિનિયોરિટીયાદી #ઉચ્ચતરપગારધોરણ #શિક્ષણસમાચાર #ગુજરાતશિક્ષણ