Перейти к содержимому

શ્રી શાસ્ત્રી વિદ્યાલય,શિથોલ ખાતે વિદાય સન્માન સમારંભ

shri shastrividhyalay shithol

0:00 / 0:00

શ્રી શાસ્ત્રી વિદ્યાલય,શિથોલ ખાતે વિદાય સન્માન સમારંભ

311 просмотров · 2 нед. назад
shri shastrividhyalay shithol
423 подписчика
311 просмотров · 2 нед. назад
શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે વિદાય સન્માન સમારંભ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો. શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે આજે એક એવો અવિસ્મરણીય પ્રસંગ યોજાયો, જેને યાદ કરતા સૌની આંખો ભીની થઈ જાય. શાળાના મૂક સેવક, કર્મઠ, નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ શિક્ષક અર્જુનભાઈ રાઠવાનો વિદાય સન્માન સમારંભ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને ભાવસભર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સંચાલક મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ, મંત્રીશ્રી નવલસિંહ રાઠવા, સહમંત્રી મંગળસિંહ બારીયા, શિક્ષણ નિરીક્ષક નરપતભાઈ કોળી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક સંજયભાઈ કોળી, ક્રિષ્ના પચાણી, સરપંચશ્રી ઉદેસિંહ રાઠવા, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશ ચૌહાણ સહિત જિલ્લાની વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, ગ્રામજનો, પૂર્વ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શાળા પરિસર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ અર્જુનભાઈ રાઠવાનું શાલ, પુષ્પહાર, શ્રીફળ, મોમેન્ટો અને સન્માનપત્ર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભાવસભર શાળા ગીત એ સૌના હૃદયને સ્પર્શી લીધું હતું. ધારાસભ્યશ્રી, રાજેન્દ્રસિંહ રાઠવાએ અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું હતું કે, "અર્જુનભાઈ જેવા શિક્ષકો જ સમાજનું સાચું ઘડતર કરે છે. તેમની નિષ્ઠા, શિસ્ત અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો નિ:સ્વાર્થ પ્રેમ આજની પેઢી માટે પ્રેરણારૂપ છે. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેમના સંસ્કારો પેઢી દર પેઢી જીવંત રહે છે." સંચાલક મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહે જણાવ્યું હતું કે, "અર્જુનભાઈની સેવા એ શાળા માટે અમૂલ્ય મૂડી છે. શાળાના વિકાસમાં તેમનું યોગદાન હંમેશા સુવર્ણ અક્ષરે લખાશે." આચાર્યશ્રી શાહિદ શેખે પોતાના ભાવુક પ્રવચનમાં કહ્યું હતું કે, "અર્જુનભાઈ રાઠવા એટલે કામ બોલે છે, માણસ નહીં. તેમને ક્યારેય કામ સોંપવું પડ્યું નથી, કામ આવતા પહેલા જ તેઓ તૈયાર હોય. તેઓ શાળાના મજબૂત સ્તંભ હતા. વિદ્યાર્થીઓ તેમને શિક્ષક કરતા વાલી વધુ માનતા હતા." પોતાના પ્રતિભાવમાં અર્જુનભાઈએ ભીના અવાજે શાળા પરિવાર, સંચાલક મંડળ, સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "શિથોલની આ શાળા અને મારા વહાલા વિદ્યાર્થીઓ મારા જીવનની સૌથી મોટી મૂડી છે. આ પ્રેમ હું ક્યારેય ભૂલી શકીશ નહીં." અંતે શાળા પરિવાર વતી આચાર્યશ્રીએ અર્જુનભાઈના નિરોગી, સુખી અને શાંતિમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સાથે સમારંભ પૂર્ણ થયો હતો.