Перейти к содержимому

કહું રામ લક્ષ્મણ ની વાર્તા કહ્યું માતા પિતા નું માનતા - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે મૂક્યું છે)

Nimavat Vasantben

0:00 / 0:00

કહું રામ લક્ષ્મણ ની વાર્તા કહ્યું માતા પિતા નું માનતા - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે મૂક્યું છે)

79 278 просмотров · 3 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
79 278 просмотров · 3 года назад
હાં રે કહું રામ લક્ષ્મણ ની વાર્તા કહ્યું માતા પિતા નું એ માનતા... હાં રે એ તો હાથ ધનુષ બાણ ધરતા કહ્યું માતા પિતા નું એ માનતા... હો રાજા દશરથ ના લાલ માતા કૌશલ્યા ના બાળ એ તો ગુરુજી ની આજ્ઞાઓ પાળતા કહ્યું માતા પિતા નું એ માનતા... હો વિશ્વામિત્ર ની સાથ ગયા જનક દરબાર હો રામ નારી અહલ્યા ને તારતા કહ્યું માતા પિતા નું એ માનતા... તોડ્યું ધનુષ ભારી ગયા ભૂપો હારી હાં રે જનક રાજા સીતાને પરણાવતા કહ્યું માતા પિતા નું એ માનતા... હો આનંદ મંગલ વરતાય કાલે રામ રાજા થાય માતા કૈકયી વનવાસ અપાવતા કહ્યું માતા પિતા નું એ માનતા... ભાઈ લક્ષ્મણ જતિ સંગે સીતા સતી રામ રાજ્ય અયોધ્યા નું ત્યાગતા કહ્યું માતા પિતા નું એ માનતા... સખી હૈયા માં ધીર આવ્યા ગંગા ને તીર રામ કેવટ ના હૈયા ને ઠારતા કહ્યું માતા પિતા નું એ માનતા... હો કીધો ભરત મિલાપ ટાળ્યો એનો સંતાપ હો રામ પંચવટી માં મઢુલી બાંધતા કહ્યું માતા પિતા નું એ માનતા... આવ્યો લંકા નરેશ લઈ સાધુ નો વેશ હો રામ મામા મારીચ ને મારતા કહ્યું માતા પિતા નું એ માનતા... ત્યાં થી આવ્યા રઘુરાય આવ્યા શબરી ને દ્વાર પ્રેમે મીઠા મીઠા બોર એ તો આપતા કહ્યું માતા પિતા નું એ માનતા... હો રામ કરતા વિલાપ થયો હનુમાન મિલાપ રામ દુષ્ટ વાલી ને મારતા કહ્યું માતા પિતા નું એ માનતા... દીધી લંકા બાળી ગયો રાવણ હારી હો રામ રાજ્ય વિભીષણ ને આપતા કહ્યું માતા પિતા નું એ માનતા... હો ભક્ત મંગળ ગાયે સૌને આનંદ થાયે હો રામ રાજ્ય અયોધ્યા માં સ્થાપતા કહ્યું માતા પિતા નું એ માનતા... હાં રે કહું રામ લક્ષ્મણ ની વાર્તા કહ્યું માતા પિતા નું એ માનતા... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ