હાલને કાના વાડીએ જાઈ કિર્તન લખેલું છે દેવ પ્રિયા સત્સંગ મંડળ ભાવનગર 🌹મા🌹
devpriyasatsangmandalbhavnagar
0:00 / 0:00
હાલને કાના વાડીએ જાઈ કિર્તન લખેલું છે દેવ પ્રિયા સત્સંગ મંડળ ભાવનગર 🌹મા🌹
1 641 просмотр · 1 год назад
devpriyasatsangmandalbhavnagar
33,2 тыс. подписчиков
1 641 просмотр · 1 год назад
હાલ ને કાના વાડીએ જાઈ.....
છુપા છુપી વાતુ કરશુ રે હાલ ને કાના.....
મારા ખેતર ના શેઢે રે મે કુઈ ગાળી......
કુઈ મા તો જાજુ પાણી.....
આપડે બેય પાણી વાળશુ રે હાલ ને કાના.....
હાલ ને કાના વાડીએ જાઈ.....
છુપા છુપી વાતું કરશું રે હાલ ને કાના.....
મારા ખેતર ના શેઢે રે મે ઘૈઉ વાવ્યા.....
પોખ મેતો શેકી રાખ્યો....
ઉનો ઉનો પોખ ખાવા રે હાલ ને કાના.....
હાલ ને કાના વાડીએ જાઈ.....
છુપા છુપી વાતું કરશું રે હાલ ને કાના.....
મારા ખેતર ને શેઢે રે મે શેરડી વાવી.....
રસ મેતો કાઢી રાખ્યો.....
તાજે તાજો રસ પીવા રે હાલ ને કાના.....
હાલ ને કાના વાડીએ જાઈ.....
છુપા છુપી વાતું કરશું રે હાલ ને કાના.....
મારા ખેતર ને શેઢે રે મે બોરડી વાવી......
બોર મેતો વીણી રાખ્યા.....
પાકા પીળાં બોર ખાવા રે હાલ ને કાના......
હાલ ને કાના વાડીએ જાઈ.....
છુપા છુપી વાતું કરશું રે હાલ ને કાના....
મારા ખેતર ના શેઢે રે મે આંબો વાવ્યો......
કેરી મેતો વેડી રાખી.....
ખાટો મીઠો રસ ખાવા રે હાલ ને કાના......
હાલ ને કાના વાડીએ જાઈ.....
છુપા છુપી વાતું કરશું રે હાલ ને કાના.....
મારા ખેતર ને શેઢે રે મે આંબલી વાવી.....
આંબલી ડાળે હીંચકો બાંધ્યો.....
આપડે બેય હિંચકા ખાશુ રે હાલ ને કાના....
હાલ ને કાના વાડીએ જાઈ......
છુપા છુપી વાતું કરશું રે હાલ ને કાના.....
મારા ખેતર ને શેઢે રે હું ભાત લાવી.....
ભાત મેતો છોડી રાખ્યું......
આપડે બેય ભેગા જમશુ રે હાલ ને કાના......
મેના પોપટ મોર બોલે......
કોયલડી કાઈ ટૈહુકા કરે રે હાલ ને કાના......
🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹