Перейти к содержимому

અમેરિકાના રૉબિન્સવિલ સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે પધાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Navsarjan News

0:00 / 0:00

અમેરિકાના રૉબિન્સવિલ સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે પધાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

6 885 просмотров · 1 мес. назад
Navsarjan News
613 подписчиков
6 885 просмотров · 1 мес. назад
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવાર, ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતની પ્રેરક પ્રસ્તુતિ, સમાજસેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને સ્વયંસેવકોના અસાધારણ સમર્પણ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીએ તેમનું પુષ્પહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ હાજર હતું, જેમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ; મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. સંજીવ કુમાર અને મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડેનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે અક્ષરધામ ભારતના સેવા, આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠતાના શાશ્વત મૂલ્યોને વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડી રહ્યું છે. તેમણે વિદેશમાં વસતા ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક મૂલ્યોના જતનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. #gujarat #gujaratinews #gandhinagar #latestnews #chiefminister #bhupendrapatel #swaminarayan #akshardham #baps #usa