Перейти к содержимому

Garba 2026 | ધીરી પગલીએ પધારો હવે | વિહાર મજમુદાર | સ્વરાંગી વૃંદ #garba2026 #navratrispecial

Swarangee Music

0:00 / 0:00

Garba 2026 | ધીરી પગલીએ પધારો હવે | વિહાર મજમુદાર | સ્વરાંગી વૃંદ #garba2026 #navratrispecial

5 722 просмотра · 4 дн. назад
Swarangee Music
844 подписчика
5 722 просмотра · 4 дн. назад
🔱જય અંબે🔱 જગતજનની જગદંબાનાં અવની પરના અવતરણને વધાવવા 'સ્વરાંગી ' વૃંદ લઈને આવ્યું છે બેઠા ગરબાનો ઉત્સવ. અમારી માતામહીઓએ અમને શીખવેલા, અમે નાનપણથી સાંભળેલા, ઝીલેલા ગરબા સાથે કેટલાક નવા લખાયેલા ગરબા તાજા સ્વરાંકનો સાથે પણ તમારા સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. પરંપરા જળવાય અને સાથે સુચારુ રીતે આગળ પણ વધે એ જ ઝંખના છે. ગમે તો ગમતાં મિત્રો સાથે વહેંચજો અને સર્જનસ્વરૂપા માતની આરાધનામાં જોડાજો. ભક્તિ મુક્તિદાત્રી શૈલપુત્રીના આગમન સાથે આજે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ. દૂર સુદૂરથી માતાના રથ ઘમકાર સંભળાય છે, સૂરજની લાલીમા રકતિમ થઈ છે એમાં કંકુ ભળ્યું છે. ચોમેર ચંદનની સુગંધ ફેલાઈ છે ત્યારે માના આગમનના એંધાણ વધાવતો આજનો ગરબો માતાને ધીમી પગલીએ પધારવાનું આહ્વાન કરે છે. કવિ-સ્વરકારઃ વિહાર મજમુદાર Lyrics: ધીરી પગલીએ પધારો હવે અમ્ આગણાંને ઊજાળો હવે નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સૂર પૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોઽસ્તુતે નમસ્તે ગરુડારુઢે કોલ અસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોઽસ્તુતે દિવ્યનાદ ગુંજી રહ્યો પડઘાય જઈ બ્રહ્માંડમાં થનગને ધરણી અહો ! તવ સ્વાગતે ઉન્માદમાં કુમકુમ પગલે આવો હવે અમ્ આગણાંને ઊજળો હવે ધીરી પગલીએ પધારો હવે સિદ્ધિબુદ્ધિપ્રદે દેવી ભક્તિ મુક્તિ પ્રદાયિની મંત્રમૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોઽસ્તુતે. શ્વેતાંબર ધરે દેવી નાનાલંકાર ભૂષિતે જગત્સ્થિતે જગન્માતે મહાલક્ષ્મી નમોઽસ્તુતે દૂર ક્ષિતિજે દિવ્ય આભા વિસ્તરી રહી વ્યોમમાં એ નિહાળી હર્ષ વ્યાપે આજ રોમેરોમમાં ધો દર્શનનો લ્હાવો હવે અમ્ આગણાંને ઊજળો હવે ધીરી પગલીએ પધારો હવે એકકાલેપઠેન્નિત્યમ્ મહાપાપવિનાશનમ્ દ્વિકાલં યઃ પઠેન્નિત્યમ્ધનધાન્ય સમન્વિતઃ ત્રિકાલં યઃ પઠેન્નિત્યમ્ મહાશત્રુવિનાશનમ્ મહાલક્ષ્મીર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા કર્ણપટલે રવ મૃદુ, પાયલ તણો આવી રહ્યો ને અલૌકિક ગુંજ એની, પવન પ્રસરાવી ગયો રુમઝુમ પગલે પધારો હવે તમ વિના કોઈ ન આરો હવે અમિયલ આંખે નિહાળો હવે ધીરી પગલીએ પધારો હવે.