Перейти к содержимому

SHREE PPS HIGH SCHOOL VANDA : SHREE VIVEKANAND VIDHYALAYA JANMASHTAMI

Dipak Zadaphiya (dp)

0:00 / 0:00

SHREE PPS HIGH SCHOOL VANDA : SHREE VIVEKANAND VIDHYALAYA JANMASHTAMI

401 просмотр · 2 недели назад
Dipak Zadaphiya (dp)
365 подписчиков
401 просмотр · 2 недели назад
શ્રી વિવેકાનંદ પ્રાથમિક વિદ્યાલય, વંડામાં નાના બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી વંડા: શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી વિવેકાનંદ પ્રાથમિક વિદ્યાલયમાં આજ રોજ તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ નાના બાળકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ 'જન્માષ્ટમી' ની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં જાણે ગોકુળિયું ગામ સર્જાયું હોય તેવો અદભુત માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિની બહેનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવના પાવન પ્રસંગે શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને ઉજાગર કરતા વિવિધ મનોહર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંપૂર્ણ ભક્તિભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી કરવામાં આવી હતી. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના ગગનભેદી નાદ સાથે નાના ભૂલકાઓ દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું સુંદર અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મુખ્ય મહેમાન તરીકે શાળાના સ્થાપક શ્રી મનજીબાપા તળાવિયા તેમજ શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ, વંડાના આચાર્ય શ્રી સંજયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતા બાળકોનો ઉત્સાહ વધારવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન શાળાના આચાર્યા શ્રીમતી ભુમિબેન ત્રિવેદી તેમજ શ્રીમતી દક્ષાબેન ત્રિવેદી અને શાળાની અન્ય કર્મચારી બહેનોના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીનો આ કાર્યક્રમ સૌના મનમાં એક મધુર સંસ્મરણ બની રહ્યો હતો. -dpsir