Перейти к содержимому

શ્રદ્ધાંજલિ ભજન |માબાપ છે મોટા દેવ એમને દુભાવશો નહીં |હ્રદયસ્પર્શી ગુજરાતી ભજન |🙏🙏🙏🙏🙏

Pamol Shreeji Mandal | Chandrika Sharma

0:00 / 0:00

શ્રદ્ધાંજલિ ભજન |માબાપ છે મોટા દેવ એમને દુભાવશો નહીં |હ્રદયસ્પર્શી ગુજરાતી ભજન |🙏🙏🙏🙏🙏

13 705 просмотров · 2 месяца назад
Pamol Shreeji Mandal | Chandrika Sharma
2,62 тыс. подписчиков
13 705 просмотров · 2 месяца назад
આ ભજન નીચે લખેલું છે 🌹સ્વર:-ભાવનાબેન ચૌધરી 🌹આયોજક:-પામોલ શ્રીજી મંડળ (chandrikasharma) 🌹પ્રકાર:-શ્રદ્ધાંજલિ ભજન 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 હે….. સહજાનંદ અલબેલડા અને આવ્યા અમારે દ્વાર મહંત સ્વામી રૂપે અવતર્યા …. રે …અઢળક ઢળિયા આજ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 મોટા દેવ છે માં ને બાપ માં-બાપ ને દુભાવશો નહીં (૨) માતૃ દેવો ભવ..પિતૃ દેવો ભવ (૨) એ છે અડસઠ ધામ માબાપ ને દુભાવશો નહીં મોટા દેવ છે …………….. નવ નવ માસ માં એ ઉદાર માં રાખ્યા, એને જાળવી જઠરમાં ધ્યાન રાખ્યા , માં એ કષ્ટ વેઠ્યા છે અપાર …. માં-બાપ ને દુભાવશો નહીં મોટા દેવ છે ……………………. સંતાન જોઈને માતાના હૈયા ઠર્યા , માં એ ભીના માંથી લઈને કોરા કર્યા , માતા હરખે હાલરડાં ગાય… માં-બાપ ને ભૂલશો નહીં …. મોટા દેવ છે ………………….. માં એ ઊના પાણી કરી નવડાવ્યા માં એ ખોળા માં લઈ ને ખવડાવ્યા માં નો બદલો તો કેમ દેવાય …… માં-બાપ ને દુભાવશો નહીં મોટા દેવ છે ………………….. તમે પૂંજી લ્યો ને માવતાર નું શરણું એ છે જ્ઞાન અમૃત જેવું ઝરણું એના શરણોમાં ચારે ધામ માં-બાપ ને દુભાવશો નહીં મોટા દેવ છે ……………… માતાપિતા ની નિંદા કરશો નહીં , એના અવગુણ હૈયામાં ધરશો નહીં, માતા-પિતા છે ગુણના ભંડાર …. મા-બાપ ને દુભવશો નહીં મોટા દેવ છે …………………. ભલે મંદિર માં જઈને પૂજા કરો, ભલે ઉઘાડા પગ ની ટેક ધરો , તોયે દેવો ના રાજી થાય…… માં-બાપ ને દુભાવશો નહીં મોટા દેવ છે …………………. જેના ઘરમાં માન માવતર ના છે, એ ઘર નહીં દેવ મંદિર છે , જ્યાં દેવોનો છે વાસ …. મોટા દેવ છે મા ને બાપ માં-બાપ ને દુભવશો નહીં મોટા દેવ છે ……………… જે દીકરી ને આવકાર આપે છે, એના અવસર રૂડા લાગે છે , એના લક્ષ્મીજી ભરે ભંડાર …. માબાપ ને દુભવશો નહીં મોટા દેવ છે ……………… જેવા કર્મ કરો એવા ફળ મળે, સેવા આજ કરો ફળ કાલે મળે, તારા બાળક જુએ દિનરાત … માબાપ ને દુભવશો નહીં મોટા દેવ છે ……………….. જે કોઈ માતાપિતા ની સેવા કરે, એના જન્મ મરણ મટી જાય માબાપ ને દુભવશો નહીં મોટા દેવ છે ………………. એતો અડસઠ તીર્થ ધામ માબાપ ને દુભવશો નહીં માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ મોટા દેવ છે…….. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #મોટાદેવછેમાનેબાપ #GujaratiBhajan #Bhajan #MataPita #DevotionalSong #Bhakti #GujaratiSong #Satsang #BhajanKirtan #ChandrikaSharm#pamolshreejimandal