લાખ લાખ વંદન સ્વામી મહંતને....મહંતસ્વામી મહારાજ જન્મ જયંતિ દિને ઘનશ્યામ મહારાજા મૂર્તિદર્શન
ભાવના નો 'ભાવ'
0:00 / 0:00
લાખ લાખ વંદન સ્વામી મહંતને....મહંતસ્વામી મહારાજ જન્મ જયંતિ દિને ઘનશ્યામ મહારાજા મૂર્તિદર્શન
101 просмотр · 5 дн. назад
ભાવના નો 'ભાવ'
466 подписчиков
101 просмотр · 5 дн. назад
જય સ્વામિનારાયણ
કીર્તન
લાખ લાખ વંદન સ્વામી મહંતને,
હરખે વધાવિયે સ્વામી મહંતને,
જન્મોના વામ્યા સંતાપને,
જોયા છે નેણ ભરી નાથને. ૧
વેણ વદે અલ્પ કરે નેણથી જ વાતો,
નજરુંથી બાંધે છે પ્રેમ તણો નાતો,
મલકંતા મુખડાની માયા લગાડી ને,
ભૂલ્યો હું જૂઠા સંગાથને... જોયા છે. ૨
પામ્યો જ્યાં સ્વામીનો મીઠો સથવારો,
સહેજે સહેજે કીધો દુનિયાથી ન્યારો,
માયાનો ગોકીરો ઠારી દીધો ને,
મારા હૈયામાં ધરબી નીરાંતને... જોયા છે. ૩
સ્વામીની મરજીમાં આયખું ઓગાળવું,
એમના જ આકારે જીવતરને ઢાળવું,
લોકો પડતા જેના પાવમાં એ જગદીશે,
ઝાલી દીધો મારા હાથને... જોયા છે. ૪