Перейти к содержимому

Ati Manoharam With Lyrics | अति मनोहरं | Shree Hari Prarthna Stotram | Swaminarayan Ashtak

Devdhwani Music

0:00 / 0:00

Ati Manoharam With Lyrics | अति मनोहरं | Shree Hari Prarthna Stotram | Swaminarayan Ashtak

26 176 просмотров · 5 лет назад
Devdhwani Music
575 подписчиков
26 176 просмотров · 5 лет назад
Credits :- Vocals : Bhakti Patel Rhythm & Percussions : Dhavl Panchal Music Produced by Devansh Patel Recorded at Dev Dhvani Productions Lyrics with Meaning :----- શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ રચયિતા: સદ્‍ગુરુ શ્રી શતાનંદ મુનિ अति - मनोहरं सर्व -सुंन्दरं तिलकलक्षणं चंचलेक्षणम‌् । विबुधवंदितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्य दर्शने || હે સ્વામિનાથ ! અત્યંત મનોહર, સર્વ સૌંદર્યના ધામ કરતાં સુંદર, તલનાં ચિહ્નોવાળું, ચંચળ નયનકમળથી યુક્ત, ભવ બ્રહ્માદિકે વંદન કરેલું એવું આપનું આ શરીર આ લોકમાં અમારા નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. मदन मोहनं प्रेम दोहनं नयनगोचरं भक्तसंचरम् । भुवि सुदुर्लभं स्वामिनाथ ते वपुरोहास्तु नो नित्यदर्शने || કામદેવને પણ મોહ પમાડનારું, પ્રેમ વધારનારું, પ્રત્યક્ષ તથા ભક્તોમાં વિચરતું અને આ પૃથ્વીમાં અત્યંત દુર્લભ એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. हृदय रोचनं बद्ध मोचनं विगतशोचनं दीर्घलोचनं । मृदु सिताम्बरं स्वामिनाथ ते वपुरोहास्तु नो नित्यदर्शने || હૃદયને આહલાદ આપનારું, બદ્ધજીવોને ભવબંધનથી મુકાવનારું , શોક - મોહાદિથી રહિત, વિશાળ લોચનવાળું, કોમળ ઉજ્જવળ વસ્ત્રોને ધારણ કરનારું એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. मधुर भाषणं पुष्प भूषणं विजित दूषणं शोकशोषणम् । प्रहसदननंस्वामिनाथ ते वपुरोहास्तु नो नित्यदर्शने || મધુર વાણીથી યુક્ત, પુષ્પોનાં આભરણથી શોભિત, સર્વ દુર્ગુણોથી પર, શોકને શોષણ કરનારું અને હસતા મુખારવિંદથી (રમણીય) એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. कुसुम शेखरं कोमलान्तरं सदय दर्शनं दुखकर्शनम् । विधिहरार्चितं स्वामिनाथ ते वपुरोहास्तु नो नित्यदर्शने || પુષ્પુથી યુક્ત પાઘવાળું, કોમળ હૃદયવાળું, કૃપાપૂર્ણ દૃષ્ટિવાળું સમગ્ર દુઃખને હરનારું, ભવબ્રહ્માદિક અધીશ્વરોએ અર્ચેલું એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. परम पावनं लोक भावनं कुटिल कुन्तलं पुष्पकुंडलम् । भवभयापहं स्वामिनाथ ते वपुरोहास्तु नो नित्यदर्शने || લોકો વડે સન્માન કરાયેલું, વાંકડિયા વાળવાળું, પુષ્પોનાં કુંડળોથી શોભાયમાન અને સંસારના ભયને વિદારનારું એવું આપનું અત્યંત પવિત્ર શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. सकलसिद्धिभि: सर्वऋद्धिभि: श्रितपदं सदा योगीभिर्मुदा । तदिदमेव हि स्वामिनाथ ते वपुरोहास्तु नो नित्यदर्शने || સકલ રિદ્ધિ સિદ્ધિઓથી યુક્ત અને યોગીઓએ સદા હર્ષથી સેવેલા ચરણવાળું એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. तव निवासतो दुर्गपत्तनं जयति भूतले सर्वतोधिकम् । भवदुपाश्रयात् मुक्तिरत्र यद् वसति सर्वदान्यत्रदुर्लभा || હે હરિ ! આપના નિવાસને લીધે દુર્ગપુર નામનું નગર આ પૃથ્વી ઉપર સર્વ તીર્થક્ષેત્રાદિક થકી અતિ અધિક વિજયકારી વર્તે છે, કારણ કે આપના આશ્રયે રહેલી મુક્તિ આ સ્થાનમાં સર્વદા વસે છે,જે બીજા સાધનોમાં સાધનો કરવા છતાં પણ અત્યંત દુર્લભ ( દુષ્પ્રાપ્ય) છે. कुपथ दुर्वनाद घोर यौवनाद् रसन वृश्चिकात् लोभलुब्धकात् । बहुतरापदो भूरी सम्पदो मुहुरिह त्वया रक्षिता वयम् || આ લોકમાં કુમાર્ગરૂપી મહાઅરણ્ય થકી, કામના તરંગોથી ભરપૂર ઘોર યૌવન અવસ્થા થકી, જિહ્વા ઇન્દ્રિયરૂપી વીંછી થકી, લોભરૂપી પારધિ થકી, ઘણી જ આપત્તિઓથી અને બંધનકારી અતિશય સંપત્તિ થકી આપે વારંવાર અમારું રક્ષણ કર્યું છે. प्रबल संशयाद् दुष्टसंश्रयान् मदबिलेशयात् कुत्सिताशयात‌् । स्मरसरीसृपान‌् मानकोणपान‌् मुनिपते वयं रक्षिता स्त्वया || (દોષે યુક્ત) પ્રબળ સંશયો થકી (દંભી અને) દુષ્ટજનોના આશ્રય થકી, અભિમાનરૂપી ( કાળા) સર્પ થકી, વિપરીત આશયો થકી, કામરૂપી અજગર થકી અને માનરૂપી રાક્ષસ થકી, હે મુનીપતિ ! આપે અમારું રક્ષણ કર્યું છે. अशुभ भावत: क्रोधदावतो मृतिजनुर्भयात् पापदुर्नयात् । मधुमहाविषात् सर्वथामिषाद् यतिपते वयं रक्षिता स्त्वया || હે પરમહંસોના સ્વામી! અશુભ ભાવ થકી, ક્રોધરૂપી દાવાનળ થકી, જન્મમરણના ભય થકી,પાપને પેદા કરનાર દુરાચરણ થકી, દારૂ રૂપ મહાઝેર થકી અને સર્વથા માંસના ભક્ષણ થકી આપે અમારું રક્ષણ કર્યું છે. विषयवारिधे स्तारिता यथा करुणया वयं भूरिशस्तथा। तव पदाम्बुजा सक्तिविघ्नत: सततमेव न: पातुमर्हसि || જેવી રીતે આપે પરમ કૃપાથી વિષય - સમુદ્ર થકી અમોને પાર ઉતાર્યા છે, તેવી રીતે તમારાં ચરણકમળમાં જે અમારી આસક્તિ છે તેમાં કોઈ રીતે અંતરાય ન થાય તેમ અમારી નિરંતર રક્ષા કરવાને આપ યોગ્ય છો. क्वचन मानसं त्वत्पदाम्बुजाद् व्रजतु मान्यतो नाथ न: सदा । इति वयं मुहु: प्रार्थयामहे निज्जनप्रियं त्वामधीश्वरम् || હે નાથ ! અમારું મન તમારાં ચરણકમળ થકી કોઈ દિવસ પણ બીજે જાય નહિ અર્થાત્ બીજે ચળાયમાન થાય નહિ. એવી રીતે અમે પોતાના ભક્તજનોને પ્રિય એવા સર્વેશ્વર આપને વારંવાર પ્રાર્થના કરીએ છીએ. #AtiManoharam #ShreeHariPrarthnaStoram #SwaminarayanKirtanAshtak #Swaminarayan