Перейти к содержимому

45 આહાર સંહિતા: ચિત્તની હાજરીમાં જમજો રે | Aahar Samhita | Dada Bhagwan | Dadashri Pad

Dadashri Pad

0:00 / 0:00

45 આહાર સંહિતા: ચિત્તની હાજરીમાં જમજો રે | Aahar Samhita | Dada Bhagwan | Dadashri Pad

11 333 просмотра · 3 месяца назад
Dadashri Pad
2,08 тыс. подписчиков
11 333 просмотра · 3 месяца назад
પરમ પૂજ્ય દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનનો એક અત્યંત વ્યવહારુ અને અદભુત નુસખો: "આહાર સંહિતા - ચિત્તની હાજરીમાં જમજો રે". રોજિંદા જીવનમાં ભોજન કેવી રીતે લેવું, સ્વાદમાં સમતા કેવી રીતે જાળવવી અને જમતી વખતે ચિત્તની હાજરી કેટલી આવશ્યક છે, તે આ પદમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. આ શાંત અને રમતિયાળ લોક-સંગીત (Folk-Pop) સાથે શ્રવણ કરો આત્મિક જાગૃતિના આ અમૂલ્ય સંદેશને. 📜 પદના શબ્દો (Lyrics): ચિત્તની હાજરીમાં જમજો રે મહાત્મા, ભોજનનો સ્વાદ જરા માણજો રે, થાળી મહીં જે કાંઇ આવે, હિસાબી પરમાણુ જાણજો રે. ભાવતું ન ભાવતું મૂકી કોરાણે, ષટ્-રસ ભોજનિયાં માણજો રે. તૂવેર તૂરી ને કડવું કારેલું, સમરસિયાં ભોજન ભાવજો રે. પૂરી કે રોટલી લાગશે મીઠી, જેમ જેમ એને ચાવશો રે. ચમચી દાળ શાક મૂકી ને મોંમાં, ચટણી મસાલા મીઠું સ્વાદજો રે, જરા જરા પણ ચાખજો બધું યે, કંઇ પણ નવ તરછોડશો રે. આઇસક્રીમને મમળાવી મમળાવી, એક એક સ્વાદ ઓળખજો રે. દૂધપાક બાસુંદીના સ્વાદ ભલે માણો, પણ લુબ્ધતાએ યાદ નવ કરશો રે. કોઇને ત્યાં મૂકે કંઇ નાસ્તા, યજમાન ભાવ ના નકારશો રે, ફાવે નહીં તો યે ભાવને જોઇને, ચપટીક ચેવડો ય ચાખજો રે. વિચારો સર્વે મૂકજો વેગળા, ટીવીને સ્વિચ ઑફ કરજો રે, ચિત્ત ગેરહાજરીનાં પરિણામ માઠાં, સહુ રોગ, બી.પી. ને હુમલા રે. ‘હું છું શુદ્ધાત્મા’ નિરાહારી, કોળિયે કોળિયે જાણજો રે. નિરાહારી તો જાણ્યા કરે બસ, લક્ષે નિરંતર રાખજો રે. જમનારો તો ભાઈ જમી રહ્યો, હું તો કેવળ જોઈ જાણતો રે, રહી શુદ્ધાત્મામાં ભોજન કરવાનો, દાદાઈ નુસખો આ ન્યારો રે. આજ્ઞાર્થમાં લખાયું પદ ભલે, વિનતી વિનમ્ર આ વિચારજો રે. દાદા કથી આ આહાર સંહિતા, આચરી આરોગ્ય ઉગારજો રે. Welcome to Dadashri Pad! We are dedicated to preserving and presenting the rich cultural and spiritual heritage of traditional music. 🙏 કૃપા કરીને ચેનલને Subscribe કરો, વિડીયોને Like કરો અને તમારા પ્રતિભાવો Comment માં ચોક્કસ જણાવો. જય સચ્ચિદાનંદ. #DadaBhagwan #AaharSamhita #DadashriPad #AkramVignan #SpiritualMusic #MindfulEating #GujaratiBhajan