સાંભળો સુંદર સંકીર્તન ll ગોવિંદ ગોવિંદ ગાઇયે રે. ॥ @ShyambhaiYThakar
Shyambhai Y Thakar
0:00 / 0:00
સાંભળો સુંદર સંકીર્તન ll ગોવિંદ ગોવિંદ ગાઇયે રે. ॥ @ShyambhaiYThakar
660 просмотров · 1 день назад
Shyambhai Y Thakar
44,7 тыс. подписчиков
660 просмотров · 1 день назад
#shyambhaithakar #bhajan #motivation
Stay connected -
► Follow us on Instagram: / shyambhai_y_thakar
► Like us on Facebook: / shyambhaiythakar
► Follow us on Twitter: / shyambhaithakar
► For Pujya Shyambhai Y Thakar Ji’s Katha -
► Contact +91 9979362911
શ્યામભાઈ ઠાકર, આ નામ પાછલા ત્રણેક દાયકાથી ભારત અને વિદેશોના હિન્દુ સમુદાયમાં શ્રીમદ્ભાગવત, રામકથા, શ્રીમદ્ભગવદ્ગીતા અને હિન્દુ શાસ્ત્રોની પરંપરાના વિદ્વાન, પ્રામાણિક અને મધુર વક્તા તરીકે જાણીતું બન્યું છે.
પાછલા 6 દાયકા થી સમસ્ત વિશ્વમાં સનાતન ધર્મધ્વજના ગૌરવ વિસ્તારક તથા જ્ઞાન,કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ભારતની સનાતની સંસ્કૃતિને સમર્પિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, સાન્દીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર, ગુજરાતમાંથી શ્યામભાઇ એ સંસ્કૃત વ્યાકરણમાં આચાર્ય (એમ.એ.) સુધીનું શિક્ષણ મેળવ્યુ છે. તેઓ શ્રીમદ્ ભાગવત, રામાયણ, ગીતા વગેરે ધર્મગ્રંથોને ફક્ત ઉપદેશનો વિષય માનતા નથી, પરંતુ આચરણ ના, દૈનિક જીવનમાં ઉતારવાના સિદ્ધાંતોના સંગ્રહ માને છે.
શ્રીહરિગુરુવૈષ્ણવકૃપા થી સન ૧૯૯૯ થી ચાલી રહેલી તેમની કથા-સત્સંગ યાત્રાનો વિશ્વ માં વિસ્તાર થઈ રહ્યો છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, નેપાળ અને આફ્રિકન દેશોમાં ૧૯૦ થી વધુ કથાઓ, અસંખ્ય પ્રવચનો અને શાસ્ત્રોના સેંકડો મૂળ પાઠનો સમાવેશ થાય છે.
સદગુરુદેવ પૂજ્યભાઈશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્યામભાઈ સન ૨૦૧૧ થી સાધકો, વિદ્યાર્થીઓ અને ભાવિ કથાકારોને મૂળ શ્રીમદ્ભાગવત ગ્રંથ શીખવી રહ્યા છે, જે આજના સમયમાં દુર્લભ છે. પરિણામે, ગુરુપરંપરા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાના કથનની તાલીમ પામેલા ઘણા કથાકારો સમાજની શાસ્ત્રસેવા કરી રહ્યા છે.
વધુમાં, શ્યામભાઈ "સુદામા સેવા ટ્રસ્ટ, પોરબંદર" (રજિ. E/૧૨૪૧/પોરબંદર) દ્વારા વેદ અને શાસ્ત્રોના વિદ્યાર્થીઓને રહેવા-જમવા, પુસ્તકો અને અન્ય સહાયતાઓ પૂરી પાડે છે.