Friends Group ભુજમાં ટિસ્યુ પેપરથી બનાવાયેલી ગણપતિ બાપાની વિશાળ મૂર્તિ...
KUTCH KANOON AND CRIME NEWS
0:00 / 0:00
Friends Group ભુજમાં ટિસ્યુ પેપરથી બનાવાયેલી ગણપતિ બાપાની વિશાળ મૂર્તિ...
578 просмотров · 2 дня назад
KUTCH KANOON AND CRIME NEWS
38,9 тыс. подписчиков
578 просмотров · 2 дня назад
કચ્છ ભુજમાં 25 વર્ષ પહેલાં નાનકડી મૂર્તિ સાથે શરૂ થયેલો વિચાર આજે બન્યો વિશાળ વટવૃક્ષ...
ભુજના ટીનસિટી ગ્રાઉન્ડમાં 19 ફૂટ ઊંચા ‘ટિશ્યૂ પેપરથી બનાવાયેલા ગણપતિ બાપાના ભવ્ય દર્શન...
ભુજ શહેરના ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ દાદાની અનોખી અને વિશાળ મૂર્તિ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 25 વર્ષ પહેલાં નાનકડી મૂર્તિ સાથે શરૂ થયેલો ગણપતિ ઉત્સવનો વિચાર આજે વિશાળ વટવૃક્ષ બની ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે. આ વર્ષે અહીં 19 ફૂટ ઊંચી ગણપતિ દાદાની વિશિષ્ટ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે તેનું નિર્માણ ટિશ્યૂ પેપર અને પૂઠાંનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ટિશ્યૂ પેપર અને પૂઠાંથી બનેલી આ પ્રકારની પ્રથમ મૂર્તિ હોવાનું માનવામાં આવે છે. પર્યાવરણને નુકસાન ન થાય અને મૂર્તિ વિસર્જન કર્યા બાદ કોઈ જીવોનો નુકસાન ન થાય તેવા હેતુથી આ અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 19 ફૂટ ઊંચી મૂર્તિનું વજન આશરે ૧૫૦ કિલો છે તેમજ મૂર્તિ પાછળ ચક્ર સાથે આશરે ૫૦૦ કિલો વજન છે. અને તેને પાંચ લોકો સરળતાથી ઉઠાવી શકે તેવી રીતે બનાવવામાં આવી છે. દાદાના દર્શન માટે ભુજ શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આશરે પાંચથી સાત હજાર લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. રોજ હજારો ભક્તો ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે. આયોજકો દ્વારા વીઆઇપી કે સામાન્ય વ્યક્તિ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના સૌ ભક્તોને આરતી કરવાનો લ્હાવો આપવામાં આવે છે. ટિશ્યૂ પેપર અને પૂઠાંથી બનેલી આવી વિશાળ મૂર્તિ સામાન્ય રીતે મુંબઈમાં જોવા મળતી હોવાનું પણ જણાવાયું છે. આ યોજન કચ્છ ભુજના ફ્રેન્ડસ ગ્રુપના અધ્યક્ષ રાહુલ ગોર દ્વારા કરવામાં આવ્યું છે, શ્રી રાહુલ ગોર જણાવ્યું હતું કે, અમારો ફ્રેન્ડસ ગ્રુપ પરિવાર આજથી ૨૫ વર્ષ પહેલા નાનકડી મૂર્તિ અને થોડાઘણા મિત્રો શુભેચિંતકો સાથે શરૂઆત કરવામાં આવી હતી જે આજે ૨૦૦ થી વધુ ફ્રેન્ડસ ગ્રુપ પરિવાર સાથે મળીને આ આયોજન કરી રહ્યું છે...
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews #kutchkanoonandcrime
#kkcnews #kkc crime news #kutchnews_channel
#kutch_news_today #kutch_news live
#kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news
#rapar_news #kutch_gujarat_news
#kutch_samachar #breaking_news
#daily_news_update #today_news_headlines #latest_news
#crime_news #political_news
#social_media_news #accident_news
#local news_update #gujarati_news
#gujarati_samachar #gujarat_news
#kutch_gujarati_news #gujarati_breaking_news
#gujarat_latest_news
news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live