Перейти к содержимому

નોન સ્ટોપ સુંદર મજાની સાખીઓ ( સાખી નીચે લખેલી છે) ખૂબ જ મજા આવે એવી સાખીની રમઝટ અંત સુધી સાંભળજો

Bhajan Sagar - Chandrikaben

0:00 / 0:00

નોન સ્ટોપ સુંદર મજાની સાખીઓ ( સાખી નીચે લખેલી છે) ખૂબ જ મજા આવે એવી સાખીની રમઝટ અંત સુધી સાંભળજો

12 926 просмотров · 1 год назад
Bhajan Sagar - Chandrikaben
14 тыс. подписчиков
12 926 просмотров · 1 год назад
જય શ્રી કૃષ્ણ મિત્રો, 🙏🏻 મારી આ ભજન સાગર - ચંદ્રિકાબેન ચેનલ ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર અમારી ચેનલ ના ભજન ગમતા હોય તો વિડિઓને લાઈક, શેર, અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો.🙏🏻🙏🏻🙏🏻 હેં…. …શરદ પૂનમની રાતડીને ચંદ્ર ચઢયો આકાશ રે, (2) એક એક ગોપી એક એક કાનો એવો રાસ રચાવ્યો છે (2) હેં …….રાધા તારા રૂપની પાછળ ઘેલો થયો વનમાળી રે (2) પાછળ પાછળ તારી ફરતો,વૃંદાવન વનમાળીરે (2) હેં …….જશોદા તારા કાના પાસે દરેક ઘરની યાદી છે (2) જેના ઘરમાં જાય એને પૂરેપૂરી આબાદી છે (2) હેં ……છેલ છોગાળો કૃષ્ણ કનૈયો,બંસી બજૈયો નંદલાલા,(2) નંદજીનો લાલો,દેવકી દુલારો,કામણ ગારો નંદલાલો (2) હેં ….લીલી કુંજનો બાંધ્યો હિંચકો ને બાંધ્યો કુંજ વનમાંય રે (2) આસોપાલવના તોરણ બંધાવીયા ને ઝુમર છે વનમાં (2) હેં ….મેવાડ દેશના રાણા શ્રીનાથજી,જમુનાજીની આવેછે,(2) મેવાડી મોરપીંછ પહેર્યા વાલા એ ખંભે ખંતીલો ખેશ (2) હેં …,,સુરજ દેવના દિકરી ને યમરાજાની બેન રે, (2) બંસી વાળા નંદ દુલારા શામળીયાની પટરાણી ને (2) હેં ……નવરંગી નોબત વાગતી ને વાગે શરણાઈના સૂર (2) બંસીનો નાદ વાલો કરતોને, ઝીણી ઝીણી વાસળી વાય જઈએ(2) હેં …. …યશોદા માતા તમારો કાનો અમને બહુ સતાવે છે (2) શરમ વિનાનો થઈ શામળીયો આખુ ગામ ગજાવે છે (2) હેં ……વિશ્વકર્મા એ હિંડોળો રચ્યો, રચયો શ્રીનાથજીને કાજ,(2) નવરંગી બાંધ્યો હિંચકો, તેની શોભાનો નહી પાર જી રે (2) હેં ……માતા જેના પાર્વતીને, પિતા શંકર દેવ રે (2) ધન્ય ધન્ય એ માતા પિતાને,જેના પુત્ર ગણેશ રે (2) હેં ……દેવોમાં દુદુંભીવાગીને,પુષ્પોની વૃષ્ટી થાય છે (2) પુરુષોત્તમ પ્રભુ પધાર્યા મારા હૈયે હરખ ના માય રે (2) હેં ……યશોદાજી એ પારણું બાંધ્યુ ને કાનાને ઝુલાવવા જાય રે (2) ગતી મથુરા ગાતા,જશોદા કાનો રાજી થાય રે (2) હેં ……રામ નામની તલાવડીમાં તરવાનું મન થાય રે (2) મૂર્ખ બિચારો શું કરે આ સંસારમાં ગોથા ખાય રે (2) હેં ……વીજળીનો ચમચમાટ વીજળીનો ઝમઝમાટ (2) મેહુલીયો થનગનાટ થાયે થાયે (2) હેં ……માધવને મનાવવાને,ચુડલા નો થનગનાટ (2) હૈયામાં તરવરાટ થાયે થાયે(2) હેં ……કૃષ્ણ કનૈયો કામણગારો, ચક઼ સુદર્શન ધારી રે (2) રાધા સંગમાં રમનારો ને મુખ પર મોરલી ધારી રે (2) હેં ….વાલાજી તારા હાથ વખાણું,કે પછી તારા પગલાં પખાડુ (2) #gujaratibhajan #bhajan #satsang #krishnabhajan #bhajanmandal #bhajansagarchandikaben #devotionalsong #krishnashakhi #nonstopshakhi