મઢડે થાય ખમકાર! | Nitin Devka | Sonal Bij 2025 | Sonal Bij | Madhde Thay Khamkaar
NITIN DEVKA
0:00 / 0:00
મઢડે થાય ખમકાર! | Nitin Devka | Sonal Bij 2025 | Sonal Bij | Madhde Thay Khamkaar
1 353 просмотра · 1 г. назад
NITIN DEVKA
28,9 тыс. подписчиков
1 353 просмотра · 1 г. назад
મઢડે થાય ખમકાર! | Nitin Devka | Sonal Bij 2025 | Madhde Thay Khamkaar
Sonal Bij
Singer: Nitin Devka નિતિન દેવકા
Lyrics: Dr. Anand Maheshbhai Gadhavi (Botad)
રચના:- ડૉ. આનંદ મહેશભાઈ ગઢવી (બોટાદ)
Music: Niraj Shah - Harmony Digital Studio, Rajkot.
Violin : Gaurav Bhatti
Rhythm Arranger : Firoz Zeria (Babu Bhai)
Dhol: Firoz Zeria, Imran Zeria, Mitesh Oza , Prashant Thaker
હે.... આંખોમાં આંજ્યું તેજ સૂરજ મુખમાં મીઠો હાસ રે,
વ્હાલપથી વિપદા વારતી મઢડા મહી ઉજાસ રે....
સમરે તને જે ભાવથી સોનલ એને સંભાળજે,
અમ આરદા એ એક નાદે આજ આયલ આવજે.
જી રે આજ આયલ આવજે.
જી રે આજ આયલ આવજે.
હે... મઢડે થાય ખમકાર સોનલ માં.... બીજનો આ તહેવાર.
મઢડે થાય ખમકાર સોનલ માં.... બીજનો આ તહેવાર.
બેલી થઈને આવજે માડી,
રાખજે કાયમ લિલેરી વાડી,
તને વંદુ હું વારંવાર.
( હે.... સોનલ માં! હે મઢડાવાળી! આજે બીજનાં દિવસે મારાં હૈયામાં તારી મમતાનું બીજ રોપજે માં! )
જય સોનલ!
ટેક.
હે.... આદિત ઊગે ને વારણા લેતો મધરો વાયું વાય.
ઈ વાયુ હૈયાની અંદર પોગે ત્યાં,
નામ સોનલ સંભળાય.
વાયુ હૈયાની અંદર પોગે ત્યાં,
નામ સોનલ સંભળાય.
ઘટ ઘટમાં ઘૂંટાતી રે માડી,
રોમે રોમે રણકાર છે માડી.
માડી અમણો તું આધાર.
( હે હમીર સધુ! હે રાણબાઈની ધિડી! અમે તમારા બાળુંડા! હું જગતને ખોળે છું અને જગત તારાં ખોળે છે બાપ! જાળવી લેજે જોગણી!)
જય સોનબાઈ!
(૦૧)
હે.... તેજ તમારું શોભતું સોનલ સો - સો સૂરજ ભાણ!
અંતરથી અંબર લગ પોગે,
વર્તાય તારી આણ.
અંતરથી અંબર લગ પોગે,
વર્તાય તારી આણ.
આંખોમાં છે તેજ રે તારું,
ભાવ હ્રદયમાં ભેજ છે તારો,
તને ભૂલીશ નહિ તલભાર.
( હે ચારણી! હે સુખ કારિણી!
અમારાં જીવનની બીજને પૂનમ બનાવજે માં!
મારી અધુરપને મધુરપથી પૂરી કરજે માં!)
જય જય જય સોનલ માં!
(૦૨)
હે... મઢડે થાય ખમકાર સોનલ માં.... બીજનો આ તહેવાર.
મઢડે થાય ખમકાર સોનલ માં.... બીજનો આ તહેવાર.
બેલી થઈને આવજે માડી,
રાખજે કાયમ લિલેરી વાડી,
તને વંદુ હું વારંવાર.
તને વંદુ હું વારંવાર.
તને વંદુ હું વારંવાર.
https://www.youtube.com/c/NITINDEVKA?...
nitindevka@gmail.com
/ nitin.devka
/ nitin_devka10
#krishnabhajan #bhajan #nitindevka