રામનવમી - આંખમા આંસુ ને રઘુવીર બોલ્યા || ભક્તિ આહીર || Raghuvir Bolya Re #bhakti #bhajan #ramnavmi
Bhakti Ahir
0:00 / 0:00
રામનવમી - આંખમા આંસુ ને રઘુવીર બોલ્યા || ભક્તિ આહીર || Raghuvir Bolya Re #bhakti #bhajan #ramnavmi
89 396 просмотров · 5 месяцев назад
Bhakti Ahir
104 тыс. подписчиков
89 396 просмотров · 5 месяцев назад
રામનવમી - આંખમા આંસુ ને રઘુવીર બોલ્યા || ભક્તિ આહીર || Raghuvir Bolya Re #bhakti #bhajan #ramnavmi #ram
ગાયિકા :- ભક્તિ આહીર
ભજન મંડળ
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
આંખમા આંસુ ને રઘુવીર બોલ્યા રે
જવાબ દયોને લક્ષ્મણ વીર... આંખમાં.....
મુખ મરડીને કૈકયી બોલીયા રે
રામ ,લક્ષ્મણ, સીતા વનમાં જાય... આંખમાં.....
ઈન્દ્રજીત સાથે યુધ્ધ માંડ્યા રે
લક્ષ્મણ ઘાયલ થઈ જાય... આંખમાં.....
સુંદર હશે તો સુંદરી મળશે રે
એક નો મળે સીતા નાર ... આંખમાં.....
માનવ હશે તો માનવી મળશે રે
એકનો મળે માડી જાયો વીર ... આંખમાં.....
હાંકલ મારીને હનુમાન ઉઠીયા રે
એ તો જડીબુટી લેવા ને જાય... આંખમાં.....
જડીબુટી લઈને હનુમાન આવીયા રે
વાટી ઘૂંટીને ભરીયા વાટકા રે
મેલ્યા લક્ષ્મણ ના મુખ માય ... આંખમાં.....
સૂના ઘોડા ને ઘોડા હરીયું રે
સૂનો ઘોડા નો અસવાર ... આંખમાં.....
સૂની મેડી ને સુના માયરા રે
સૂના અયોધ્યાના રાજ... આંખમાં.....
આળસ મરડી ને લક્ષ્મણ ઉઠીયા રે
રામ ને હૈયે હરખ નો માય...આંખમા આંસું ને રઘુવીર.....
જય શ્રી રામ 🙏🙏🙏🙏