Перейти к содержимому

હવે અમેરિકામાં સંતાઈને જ દિવસો કાઢવા પડશે..!

I am Gujarat

0:00 / 0:00

હવે અમેરિકામાં સંતાઈને જ દિવસો કાઢવા પડશે..!

21 163 просмотра · 4 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
21 163 просмотра · 4 дн. назад
અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતા મોટાભાગના ઈલીગલ ઈમિગ્રન્ટ્સને હવે સતત સંતાઈને રહેવું પડે તે દિવસો દૂર નથી રહ્યા. માસ ડિપોર્ટેશનના ધમધમાટ વચ્ચે જે લાખો ઈન્ડિયન્સ અસાયલમના કેસ કરીને બેઠા છે તે બધાયનો હવે વારાફરથી નંબર આવી રહ્યો છે., મેગા માસ્ટર હિયરિંગમાં એક સાથે 100-125 લોકોને બોલાવી ઈમિગ્રેશન કોર્ટ્સ તેમની કોઈ વાત સાંભળ્યા વિના જલ્દીથી જલ્દી પોતાના કેસને લગતા પુરાવા સબમિટ કરાવવાનું અલ્ટિમેટમ આપી બે-ત્રણ હિયરિંગમાં જ તેમનો ફાઈનલ રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ કરી દેવાય તે રીતે કામ કરી રહી છે. જે લોકો અત્યારસુધી માસ્ટર હિયરિંગને લઈને નિશ્ચિંત હતા તેવા ઘણા લોકોને 2026માં જ કોર્ટમાં હાજર થવાનો સમય આવી ગયો છે, તેમાંય જેમણે વકીલને માત્ર કેસ કરી વર્ક પરમિટ અપાવવાના જ પૈસા આપ્યા હતા તેમની હાલત સૌથી કફોડી બની છે કારણકે આવા મોટાભાગના લોકોએ રોકેલા સસ્તા વકીલ હવે તેમનો કેસ આગળ લડવા માટે તૈયાર નથી, અને જો વકીલને લઈને કોર્ટમાં જવું હોય તો તેની એટલી વધારે ફી માગવામાં આવી રહી છે કે લોકો આટલા બધા પૈસા ખર્ચવાનું જોખમ લેવા તૈયાર નથી.