Перейти к содержимому

હે નાથ જોડી હાથ 🙏 | He Nath Jodi Hath | પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો | Prarthana

Pooja Music Studio

0:00 / 0:00

હે નાથ જોડી હાથ 🙏 | He Nath Jodi Hath | પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો | Prarthana

37 просмотров · 4 ч назад
Pooja Music Studio
1,36 тыс. подписчиков
37 просмотров · 4 ч назад
હે નાથ જોડી હાથ 🙏 | He Nath Jodi Hath | પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો | Prarthana #gujaratisong #anjaligeet #prarthna #bhajan 🙏 *હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ...* 🙏 એક સુંદર અને હૃદયસ્પર્શી ગુજરાતી પ્રાર્થના, જેમાં પરમાત્માના ચરણોમાં સાચા શરણ, આત્માની શાંતિ, સત્સંગ, ભક્તિ અને જીવનના કલ્યાણની ભાવપૂર્ણ વિનંતી કરવામાં આવી છે. *"પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો..."* આ પ્રાર્થના દરેકના હૃદયમાં ભક્તિભાવ જગાવે અને જીવનમાં શાંતિ, સદવિચાર તથા સત્સંગનો પ્રકાશ ફેલાવે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના. 🙏 🎵 *પ્રાર્થનાના શબ્દો:* હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણ મળે સાચું તમારું એ હ્રદય થી માગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળ માં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખચોરાસીના બંધનો ને લક્ષ માં લઈ કાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો સુ સંપત્તિ, સુવિચાર ને સત્સંગનો દઈ વારસો જન્મો જન્મ સત્સંગથી કીરતાર પાર ઉતારજો આ લોક ને પરલોક માં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઊરે એવી નથી દ્યો દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયમાં સ્થાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણ મળે સાચું તમારું એ હ્રદય થી માગીએ જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવ જો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ❤️ પ્રાર્થના ગમે તો વિડિયોને Like કરો. 🔔 આવી જ ભક્તિ સંગીત અને પ્રાર્થનાઓ સાંભળવા અમારી ચેનલ Subscribe કરો. 📲 તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો. 🙏 *જય શ્રી કૃષ્ણ | જય શ્રી રણછોડરાય* આપનો પ્રેમ અને સહકાર અમને વધુ સુંદર ભક્તિ સંગીત રજૂ કરવા પ્રેરણા આપે છે. #હેનાથજોડીહાથ #GujaratiPrarthana #GujaratiBhajan #પ્રાર્થના #આત્મશાંતિ #BhaktiSong #GujaratiDevotionalSong #ShreeKrishna #RanChhodRai #PoojaMusicStudio