કૈકેયી મંથરા ની વાતો માં #bhajan #સત્સંગ #ભજન (લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
કૈકેયી મંથરા ની વાતો માં #bhajan #સત્સંગ #ભજન (લખેલું છે)
163 589 просмотров · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
163 589 просмотров · 3 года назад
કૈકૈય કૈકૈય મંથરા ની વાતોમાં
રામ ખોવાયો મારો વગડામાં
રામજી ને અમે ક્યાં ક્યાં શોધીએ
રામ તો શબરીની ઝૂંપડીમાં
રામ ખોવાયો મારો વગડામાં
કૈકેય મંથરા ની વાતોમાં
રામ ખોવાયો મારો વગડામાં
વનમાં જઈને શબરીને પૂછ્યું
રામને અમે ક્યાં ક્યાં ગોતી
રામજી તો હનુમાનજીના રુદિયામાં
રામ ખોવાયો મારો વગડામાં
વનમાં જઈને હનુમાનજી ને પૂછ્યું
સીતાજી ને અમે ક્યાં ક્યાં ગોતીએ
સીતા તો રાવણની લંકામાં
રામ ખોવાયો મારો વગડામાં
કૈકેય મંથરા ની વાતોમાં
રામ ખોવાયો મારો વગડામાં
લંકામાં અમે વીભિષણ ને પૂછ્યું
સીતાજી ને અમે ક્યાં ક્યાં ગોતીએ
સીતા તો અશોક વાટિકામાં
રામ ખોવાયો મારો વગડામાં
ગંગા કિનારે જઈ કેવટ ને પૂછ્યું
લક્ષ્મણ ને અમે ક્યાં ક્યાં ગોતીએ
લક્ષ્મણ તો રામજી ની સેવામાં
રામ ખોવાયો મારો વગડામાં
રામજી ને ભક્તો તમે ક્યાં ક્યાં ગોતશો
રામજી તો ભક્તોના રુદિયામાં
રામ ખોવાયો મારો વગડામાં
કૈકૈય મંથરા ની વાતોમાં
રામ ખોવાયો મારો વગડામાં