કોણ જાણી શકે કાળ ને રે | Gujarati Bhajan 2026 | Kon Jani Sake Kal Ne Re | Santvani Bhajan
H G PATEL OFFICIAL MUSIC
0:00 / 0:00
કોણ જાણી શકે કાળ ને રે | Gujarati Bhajan 2026 | Kon Jani Sake Kal Ne Re | Santvani Bhajan
3 837 просмотров · 9 дней назад
H G PATEL OFFICIAL MUSIC
2,32 тыс. подписчиков
3 837 просмотров · 9 дней назад
🙏 *કોણ જાણી શકે કાળ ને રે* 🙏
જીવનની સચ્ચાઈ, સમયનું મહત્વ અને ભક્તિનો સાચો માર્ગ સમજાવતું એક ભાવસભર ગુજરાતી ભજન.
આપણી પાસે મોટા બંગલા, ગાડી, ધન-સંપત્તિ અને સંબંધો હોય, પરંતુ જીવનનો આવતો કાલ કેવો હશે તે કોઈ જાણી શકતું નથી. જીવનની આ ક્ષણભંગુરતા વચ્ચે ભગવાનની ભક્તિ અને સારા કર્મો જ જીવનને સાચો અર્થ આપે છે.
આ સુંદર ગુજરાતી ભજન શાંતિથી સાંભળો અને તેના શબ્દોના ભાવને હૃદય સુધી પહોંચવા દો. 🙏
જો ભજન ગમે તો *Like, Share અને Subscribe* કરવાનું ભૂલશો નહીં.
તમારા પરિવાર અને ભક્તિપ્રેમી મિત્રો સાથે પણ આ ભજન જરૂર શેર કરજો.
🎵 *Lyrics / ગીતના શબ્દો*
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
આ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી
હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી
બધી માયા મુડી બધી માયા મુડી
હા બધી માયા મુડી મેલી રે ખાલી હાથે જાવું પડશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી
હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી
તારા સગા ને તારા સગા ને
એ તારા સગા ને સબંધી રે થોડા દી માં ભૂલી જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં
હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં
તારો પંખીડા નો તારો પંખીડા નો
એ તારો પંખીડા નો માળો રે પલક માં વીંખાઈ જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે…
હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું
હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું
થાને રામ ભક્ત થાને કિર્ષ્ણ ભક્ત
એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે….
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🙏 જય શ્રી રામ 🙏
#GujaratiBhajan #KonJaniSakeKalNeRe #ગુજરાતીભજન #Santvani #Bhajan