ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી ગઠિયાએ જેલમાંથી છૂટવા $100K ખર્ચી નાખ્યા
I am Gujarat
0:00 / 0:00
ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી ગઠિયાએ જેલમાંથી છૂટવા $100K ખર્ચી નાખ્યા
5 138 просмотров · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
5 138 просмотров · 1 день назад
અમેરિકામાં એરપોર્ટ પરથી અરેસ્ટ કરવામાં આવેલા અને છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ એક ગુજરાતી ગઠિયાએ બહાર આવવા માટે એક લાખ ડોલરથી પણ વધુનો ધૂમાડો કરી નાખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પૈસા ડબલ કરવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો ડોલર ઉઘરાવનારા આ ઠગે જે દેસી વકીલ રોક્યો હતો તેને તેણે શરૂઆતમાં 50 હજાર ડોલર જેટલી ફી ચૂકવી હતી, જોકે છૂટવાનો મેળ ના પડતા પોતાના કેસમાં બીજા એક વકીલને ઈન્વોલ્વ કરવા માટે તેની પાસેથી વધુ 50 હજાર એમ ટોટલ 1 લાખ ડોલર વસૂલવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન કોર્ટમાં બોન્ડ હિયરિંગની તારીખ મળવામાં મોડું થતાં આ ગઠિયાએ ફેડરલ કોર્ટમાં પણ પિટિશન ફાઈલ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ પ્રકારની રાહત ના મળતા હવે થોડા દિવસોમાં જ ઈમિગ્રેશન કોર્ટ તેને રિલીઝ કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.