લખેલુ છે 🥹આખો માં આંસુ આવે 🥹એવુ ભજન 🌺.... પિતાતો પ્રેમ નો સાગર કેવાય 🥹
Dashama Bhajan Mandal ત્રાકલ
0:00 / 0:00
લખેલુ છે 🥹આખો માં આંસુ આવે 🥹એવુ ભજન 🌺.... પિતાતો પ્રેમ નો સાગર કેવાય 🥹
34 просмотра · 2 часа назад
Dashama Bhajan Mandal ત્રાકલ
9 тыс. подписчиков
34 просмотра · 2 часа назад
પિતા તો પ્રેમનો સાગર કહેવાય
એવા પિતા મારા વૈકુંઠ જાય
પિતા વિના ઘર સૂનો રે થાય
દીકરો અને દીકરી કેવો મુંજાય
શ્વાસોની લીલા આજે સમટાઈ
મૃત્યુના દેવના પગરણ રે થાય
લીલી વાડી છોડી પિતા રે જાય
જોજો સ્વજનો એનો શોક ના કરાય....
પિતા તો પ્રેમનો સાગર કહેવાય
વીરા જોને આજે પિતા ખોવાય
પિતાની ખોટ કોઈ કાલે ન પુરાય
સંપી ને સૌએ સાથે રહેવાય
આભે થી આપણા પિતા હરખાય
વીરા કદીક જો મનડુ મુંઝાય
હળવેથી બેની ને સાદ રે દેવાય
સુખમાં અને દુઃખમાં સાથે રહેવાય
લોહીના સંબંધ એને કહેવાય...
દીધા જે પ્રેમને સંસ્કારો આજ
હૈયે સદાય અમે રાખીશું યાદ
તરસ્યાને જલને ભૂખ્યાને ધાન
આંગણ અતિથિને દેશૂ સન્માન
પિતા તો પ્રેમનો સાગર કહેવાય..