Перейти к содержимому

Kode Kode Ekadashi Kijiye Re full 4 pad || કોડે કોડે એકાદશી કીજીયે રે ૪ પદ | Swaminarayan Kirtan

Swaminarayan Kirtanavali

0:00 / 0:00

Kode Kode Ekadashi Kijiye Re full 4 pad || કોડે કોડે એકાદશી કીજીયે રે ૪ પદ | Swaminarayan Kirtan

56 781 просмотр · 3 г. назад
Swaminarayan Kirtanavali
1,41 тыс. подписчиков
56 781 просмотр · 3 г. назад
Kode Kode Ekadashi Kijiye Re 4 pad || કોડે કોડે એકાદશી કીજીયે રે ૪ પદ | Swaminarayan Kirtanavali પદ - ૧: કોડે કોડે એકાદશી કીજીએ રે,  એવું વ્રત જાવા નવ દીજીએ રે... ꠶ટેક એ વ્રત કરે તે ધન્ય માનવી રે,  તે તો નાહ્યો કોટિક વાર રે... કોડે꠶ ૧ જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે,  તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે... કોડે꠶ ૨ એનો મહિમા મુનિવર ગાય છે રે,  અવિનાશી મળ્યાનો ઉપાય છે રે... કોડે꠶ ૩ બ્રહ્માનંદ કહે એમાં હરિ રહ્યા વસી રે,  કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે... કોડે꠶ ૪ પદ - ૨ હરિજન હોય તે હરિને ભજે રે,  વ્રત એકાદશી તે કેદી નવ તજે રે... ꠶ટેક જાણે માત સમાન પર નારને રે,  ગણે તુચ્છ સરીખો સંસારને રે... હરિ꠶ ૧ મદ્ય માંસ હરામ જેને નવ ખપે રે,  જીભે રાત-દિવસ પ્રભુને જપે રે... હરિ꠶ ૨ માયા જીવ ઈશ્વરના જાણે મર્મને રે,  રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે... હરિ꠶ ૩ બ્રહ્માનંદના વહાલાની છબી ઉર ધરે રે,  મતવાલો થઈને જગમાં ફરે રે... હરિ꠶ ૪ પદ - ૩ ભલે આવી અનુપમ એકાદશી રે,  મારે વહાલે મુજ સામું જોયું હસી રે... ꠶ટેક આજ વાધી આનંદ કેરી વેલડી રે,  થઈ રસિયા સંગાથે રંગ રેલડી રે... ભલે꠶ ૧ લટકાળા કુંવર ધર્મલાલની રે,  ચિત્તડામાં ખૂંતી છે છબી ચાલની રે... ભલે꠶ ૨ રંગભીનો રમે (તે) રસ રંગમાં રે,  અતિ આનંદ થયો છે મારા અંગમાં રે... ભલે꠶ ૩ પ્રીતિ જાણી રસીલો વચને પળ્યા રે,  બ્રહ્માનંદનો વહાલો મુજને મળ્યા રે... ભલે꠶ ૪ પદ - ૪ ધન્ય ધન્ય એકાદશી આજની રે,  રૂડી નીરખી છબી વ્રજરાજની રે... ꠶ટેક ફૂલડાનાં છોગાં તે ચિત્તમાં ધર્યાં રે,  તે જોઈને મારાં નેણાં ઠર્યાં રે... ધન્ય꠶ ૧ ભાળી કેસર તિલક રૂડું ભાલમાં રે,  મારી લગની લાગી છે ધર્મલાલમાં રે... ધન્ય꠶ ૨ વાંકી ભૃકુટિમાં મન મારું ભમે રે,  હવે બીજું દીઠું તે મને નવ ગમે રે... ધન્ય꠶ ૩ બ્રહ્માનંદ કહે રૂપાળી એની આંખડી રે,  પ્યારી લાલ કમળ કેરી પાંખડી રે... ધન્ય꠶ ૪ #kirtanavali #2023 #video #swaminarayan #status #swaminarayanmusic #chandanvagha #vadtal #gadhpur #laljimaharaj #status #surat #suratnews #harikrushnamaharaj #gopinath #narayan #narayanmunidev #amdavad #dholera #bhuj #katha #kirtan #swaminarayankirtan #sardharkatha #gharsabha #parivarsabha #satshrikatha #kundaldham #sarangpur #kashtbhanjandev #vlog #cooking #music #narnarayan #svg #dharmkulaasritkatha #dharmkul #new #news #mumbai #satsang #quiz #maharaj #krishna #bhajan #song #shorts #short #suratgurukul #rajkotgurukul #gurukul #satsangsabha #sahajanand