Перейти к содержимому

પથ્થર, પ્રકૃત્તિ અને પવિત્રતાનો સંગમ એટલે ઓશો આશ્રમ | Vlog 29 - #osho Ashram

The Parekh Show

0:00 / 0:00

પથ્થર, પ્રકૃત્તિ અને પવિત્રતાનો સંગમ એટલે ઓશો આશ્રમ | Vlog 29 - #osho Ashram

1 343 просмотра · 2 года назад
The Parekh Show
10,8 тыс. подписчиков
1 343 просмотра · 2 года назад
પથ્થર, પ્રકૃત્તિ અને પવિત્રતાનો સંગમ એટલે ઓશો આશ્રમ જૂનાગઢ જિલ્લાના માંગરોળથી પચીસેક કિલોમીટરના અંતરે આવેલ માધવપુર ઘેડમાં ખૂબ જ પ્રાકૃતિક, શાંત, રમણીય અને વિશાળ વિસ્તારમાં નિર્માણ પામેલ ઓશો આશ્રમ આજના વિડીયોમાં પ્રસ્તુત છે. આશ્રમમાં પ્રવેશતાં જ એકાંત, આનંદ અને અધ્યાત્મની અનુભૂતિ થાય. અસંખ્ય વૃક્ષોની વચ્ચે પેવર બ્લોકના રસ્તાઓ, કેડીઓ, પથ્થરની બેઠકો, ઓટલાઓ, પથ્થરો ગોઠવીને બનાવેલી દીવાલો, વંડીઓ અને વાડ અને આ બધાંની વચ્ચે સાધના ખંડ, સમાધિ ખંડ, સત્સંગ ખંડ, ધ્યાન ખંડ - આ બધું જ ખૂબ દર્શનીય અને રમણીય છે. અનેક જગ્યાએ ભગવાન બુદ્ધની પ્રતિમા, શક્તિ અનુષ્ઠાન માટે નવદુર્ગા મંદિર, ભગવાન શિવની પ્રતિકૃતિઓ, ફૂલ છોડ, વાંસ, વેલાઓ, વડલાના ઘેઘૂર ઘટાદાર વૃક્ષો, પક્ષીઓનો મધુર કલરવ, પથ્થર કોતરીને બનાવેલી ગુફાઓ, કલાકૃતિઓ વગેરેથી સમગ્ર પરિસર ભવ્ય, દિવ્ય અને રમ્ય લાગે છે. તો, વિડિયો અંત સુધી નિહાળો અને ઓશો આશ્રમને માણો..... #oshomeditation #spirituality #zen #innerpeace