કોમલબેન ના સ્વર માં શ્રાદ્ધ નું ભજન # 🙏🏼🙏🏼🙏🏼# રાધા મંડળ /અભિનય - અલ્કાબેન તથા ઉષાબેન #🙏🏼🙏🏼🙏🏼#
Paresha manvar
0:00 / 0:00
કોમલબેન ના સ્વર માં શ્રાદ્ધ નું ભજન # 🙏🏼🙏🏼🙏🏼# રાધા મંડળ /અભિનય - અલ્કાબેન તથા ઉષાબેન #🙏🏼🙏🏼🙏🏼#
292 просмотра · 2 недели назад
Paresha manvar
117 подписчиков
292 просмотра · 2 недели назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જુનાગઢ છે નરસૈયાનું ધામ, રાધે ગોવિંદા
આજે એમના પિતાજીનું શ્રાદ્ધ, રાધે ગોવિંદા
નરસિંહ મહેતા તો માણેકબાઈને કહે છે
રસોઈ કરો ને તૈયાર, રાધે ગોવિંદા
માણેકબાઈ તો નરસિંહ મહેતા ને કહે છે
ઘી નથી ઘરમાં જરાય, રાધે ગોવિંદા
ઘી ની તપેલી લઈને નરસિંહ મહેતા ચાલ્યા
ગયા છે વાણિયાને હાટ , રાધે ગોવિંદા
ભાઈ રે વાણિયા મને ઘી જોખી આપો
પૈસા હું પછી આપીશ રાધે ગોવિંદા
દુકાનનું
દુકાન નો વાણિયો એમ જ બોલે
ભજન બોલોને બે-ચાર, રાધે ગોવિંદા
નરસિંહ મહેતાએ કરતાલ લીધી હાથમાં
ભૂલી ગયા શાનને ભાન , રાધે ગોવિંદા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા... (2)
ઘી ની તપેલી લઈને પ્રભુજી પધાર્યા
આપી છે માણેકબાઈને હાથ રાધે ગોવિંદા
પ્રભુજી તો નોતરા દેવા ચાલ્યા
ફરી વળ્યા આખું ગામ ,રાધે ગોવિંદા
નાગરી નાત તો એમ જ બોલે
નરસૈયાના ઘરમાં શું હોય, રાધે ગોવિંદા
પ્રભુજીએ બારણા ઉઘાડ્યા,
છપ્પન ભોગ તૈયાર રાધે ગોવિંદા
સોનાની થાળી ને ,સોનાના વાટકા
સોનાના બાજોટ ઢળાય, રાધે ગોવિંદા
નાગરી નાત તો જમવા બેઠી
છપ્પન ભોગ પીરસાય, રાધે ગોવિંદા
નાગરી નાત તો જમીને ઉઠી
સોનાના દાન દેવાય, રાધે ગોવિંદા
ઘી ની તપેલી લઈને નરસિંહ મહેતા આવ્યા
આપી છે માણેકબાઈને હાથ,રાધે ગોવિંદા
માણેક બાઈ તો નરસિંહ મહેતાને કહે છે
સ્વામી મારા ભૂલી ગયા ભાન, રાધે ગોવિંદા
નરસિંહ મહેતા તો નદીએ નાવા ચાલ્યા
જમનાજીમાં કરે છે પોકાર, રાધે ગોવિંદા
જમનાજીમાં પ્રભુજીએ દર્શન દીધા
ભાંગી મારા નરસૈયાની ભૂખ રાધે ગોવિંદા