Перейти к содержимому

#ગિરનારી#ભજન#સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે#schar ma Sadguru par utare#jayRukhad#jayGirnari

JAY Rukhad Studio Shavarkudla

0:00 / 0:00

#ગિરનારી#ભજન#સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે#schar ma Sadguru par utare#jayRukhad#jayGirnari

390 825 просмотров · 3 г. назад
JAY Rukhad Studio Shavarkudla
3,9 тыс. подписчиков
390 825 просмотров · 3 г. назад
જય રૂખડ સ્ટુડિયો સાવરકુંડલા આ ભજન રચના : ગુરૂ વાણી (ગિરનારી સંત ના ભજન) ગીરનારી ભજનો સાભળી મન ને ભક્તીમય બનાવો " ગિરનારી ના ભજનો " સાંભળવા માટે Jay Rukhad studio Shavarkudla સાથે જોડાયેલા રહો સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે, આ સંસારમાં રે, મારા સતગુરુ પાર ઉતારે પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે કબ્બુધી તૃષ્ણા દૂર કરીને, અપના રંગ ચડાવે રે…આ સંસારમાં રે મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, નહિ આવે વારે વારે ભવસાગરની ભુલવડીમાં, શીદને ફાંફા મારે રે…આ સંસારમાં રે સતગુરુ છે દીન દયાળા, ચરણે આવ્યે ઉગારે જન્મો જન્મના પાપી જીવને, પલમાં પાર ઉતારે રે…આ સંસારમાં રે મૂરખને શુ કહેવું જાજુ, લાજ શરમ નહિ આવે રે જમડા આવીને મારે ત્યારે, હરિ હરિ સાદ પુકારે રે…આ સંસારમાં રે ગુરુ ચરણમાં જઈ પડીને, ગુરુ ગુરુ નામ પુકારે દાસ મંગલ કહે બૂડતી બેડીને, પલમાં પાર ઉતારે રે…આ સંસારમાં રે