Mahakali Maa Bavni - Saloni Thakor | મહાકાળી માં બાવની | મહાકાળી મમતાળી | Bhakti Song |Lyrical Video
Royal Digital Bhakti
0:00 / 0:00
Mahakali Maa Bavni - Saloni Thakor | મહાકાળી માં બાવની | મહાકાળી મમતાળી | Bhakti Song |Lyrical Video
161 520 просмотров · 11 месяцев назад
Royal Digital Bhakti
189 тыс. подписчиков
161 520 просмотров · 11 месяцев назад
Royal Digital Bhakti Present .....
Mahakali Maa Bavni - Saloni Thakor | મહાકાળી માં બાવની | મહાકાળી મમતાળી | Bhakti Song | Lyrical Video | @royaldigitalbhakti
#royaldigitalbhakti #salonithakor #bhaktisong #gujaratisong #newgujaratisong #lyrical #lyricalvideo #mahakalimaa #mahakalibhajan #mahakalisong
Title : Mahakali Maa Bavni ( મહાકાળી માં બાવની )
Singer :- Saloni Thakor
Lyrics :- Rajesh Chauhan
Music :- Jayesh Sadhu
Recording :
Master Studio ( Anand )
Maa Studio ( Vavol )
Video Edit By : Amit Patel
Poster :- Raj Charoliya
Label :- Royal Digital Bhakti | @royaldigitalbhakti
Full Song Also Available On :
♫ Instagram : / 768410742598860
♫ Gaana : https://gaana.com/song/mahakali-bavni
♫ Spotify : https://open.spotify.com/track/6Bc8ys...
♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/mahakal...
♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0FPGB...
♫ Apple Music : / mahakali-bavni
♫ Youtube Music : • Mahakali Bavni
Lyrics In Gujarati :
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હો છોરૂ કછોરૂ કદી થાયે માડી
માવતર કમાવતર કદી ના થાયે માડી (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હો ગઢપાવે માં તારા સત્ દીવડા બળે
ભોળા ભક્તો તણી માં આશાયુ પુરે (2)
તારી ભોળી ભક્તિથી મારૂ અંતર ભીંજાય
તારા દર્શન કરી માં હૈયું હરખાય (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
તારી લાલ ધજાયું માં આભે ફરકે
તારો ગઢપાવો મને રૂડો લાગે
હો તારી લાલ ધજાયું માં આભે ફરકે
તારો ગઢપાવો મને રૂડો લાગે
મારા જીવન માં અજવાળું કરજો માડી
હું તો વંદુ છું તુજને હાથ જોડી (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો
હો મહાકાળી કલ્યાણી તું પરમ પુનિત
તારી ભક્તિ કરતાં સુખ મળે ખચિત (2)
તારી દયાથી ફળતાં માં સૌવના શુક્રિત
તારી કૃપાથી ફળે આશા અગણિત (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
તું તો સૌવની સુખદાતા માં ભલું કરતી
આવે પારે એના માડી દુ:ખ ભાંગતી (2)
જગ કલ્યાણ કરતી જગ જનની માતા
તારા ચરણે માડી માંગ્યા મળે સુખડા (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હો ભાગ્ય રેખા દોરી નશીબ બદલી દેતી
આવતી ઉપાધિ વ્યાધિ તું હરિ લેતી (2)
તું જીવન માં ઉજાશ પાથરી દેતી
અજ્ઞાન અંધકાર દૂર કરી દેતી (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હો કુળ કુટુંબને તારી લીલીવાળી કરતી
તારા ભક્તો ને માંગ્યા વરદાન દેતી (2)
તારી લીલા નો ના કોઈ પાર પામે
તારા શરણે આવે એના દુ:ખડા ટડે (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હો મંગલ દિવડા તારા મહાકાળી બળે
એતો ભક્તોની આશાયુ માડી પૂરે (2)
તારી સેવા કરતાં સુખ સઘડા મળે
જન્મો જનમ ના પાતક બળી જાવે (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હું તો મન માં બોલું સાંભળજો ને માં
મારા જીવન ને ધન્ય બનાવજો ને માં (2)
સુખકારી સેવા તારી મહાકાળી
તું તો જન્મો જનમ દુ:ખડા ભાંગનારી (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
અદભૂત લીલા નો સંચાર તું માં કરતી
નવગ્રહને ફરતા માં તું રે રાખતી (2)
ચૌદ ભુવનમાં તારી શક્તિ વરતાય
તારી દયા થકી મહિમા તારો સમજાય (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
હો આઈ આનંદા તું મહાકાળી માતા
આદિ ભવાની તું જગદંબા માતા (2)
તારા અનેક સ્વરૂપ તું છે માં એક
તું તો પુરતી આશાયો માડી અનેક (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
ભોળા ભાવે તારી માં સેવા કરું
મહાકાળી તારી દયા દ્રષ્ટિ માંગુ (2)
મારા લાખો ગુના માં કરજો માફ
તું છે માડી ભક્તો ની તારણહાર (2)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (2)
તારી બાવની જે કોઈ ભાવે ગાશે
એની ઈકોતેર પેઢી તરી જાશે (2)
કહે રાજેશ ભોળા ભાવે માડી
ધન વૈભવ આંગણે વરસાવે માડી (3)
હો મહાકાળી મમતાળી મેર કરજો
પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો (4)
હો પાવાવાળી મહાકાળી માં દુ:ખ ભાંગજો
જય મહાકાળી માં