બાચકા ને પોટલા બાંધીને બેસજો 🌺હમણાં કાળીયો આવશે જીવનમાં ઉતારવા જેવું સમજવા જેવું Bhajan New kirtan👇
Rajni Voice Gujarati
0:00 / 0:00
બાચકા ને પોટલા બાંધીને બેસજો 🌺હમણાં કાળીયો આવશે જીવનમાં ઉતારવા જેવું સમજવા જેવું Bhajan New kirtan👇
7 888 просмотров · 5 месяцев назад
Rajni Voice Gujarati
29,4 тыс. подписчиков
7 888 просмотров · 5 месяцев назад
બાચકા ને પોટલા બાંધીને બેસજો 🌺હમણાં કાળીયો આવશે જીવનમાં ઉતારવા જેવું સમજવા જેવું Bhajan New kirtan👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
#ગોકુળમાંધૂમમચાવે રેપેલોબાંકેબિહારી
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
આખું ભજન લખેલું છે 👇
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
કાળના તાર કે ટપાલ નહીં આવે
ઓચિંતા એ આવશે રે વાલા
આદરિયા કામ સૌ અધૂરા રહેશે
ઓચિંતા ઉપાડશે રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
ધડીયુ ચોઘડિયું કાળ નથી જોતો
કાગળ નો મોકલે રે વાલા
સગા સંબંધી કુટુંબજનોને
એને દયા નો આવે રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
હરતા ને ફરતા કામ જ કરતા
હરી હૈયામાં રાખજો રે વાલા
ઓચિંતા આવીને બોચી પકડશે
રમરમાટીએ લઈ જશે રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
કરવાનું હોય તે કરી રે લેજો
નહીંતર તમે રહી જશો રે વાલા
કર્મ પ્રમાણે બદલો રે મળશે
માર જમડાનો ખાશો રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
આશા તૃષ્ણાના બંધન તમને
ઓચિંતા લઈ જાશે રે વાલા
દીકરા દીકરીયુને ઘરના વહુવારુ
કર્મમાં ભાગ નહીં પાડે રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
કરેલા કર્મ ભોગવવા પડશે
પાછળથી પછતાશો રે વાલા
ભક્તિને જ્ઞાન વિના હરિ નહી મળે
જીવનમાં મૂડી વિનાના થાશો રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
આ રે જીવનનું કલ્યાણ કરવા
કર્મ કાંડ સારા કરજો રે વાલા
નાના બાળક ને વૃદ્ધ મા બાપના
કાળજા નો ફફડાવીશો રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
સારા ગુરુનો હાથ પકડીને
મુખેથી વાણી સુણજો રે વાલા
માઠું માઠું વચન કોઈને નો કહેશો
જીભને માપમાં રાખજો રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
દૂધ સાકર જેવું જીવન જીવીને
અવતાર સારા જાળવજો રે વાલા
મોટર ને બંગલા અહીં રહેવાના
સાથે કાંઇનો આવે રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
ભરેલા કર્મ ના પોટલા લઈને
જમડા મોર કરશે રે વાલા
આ રે જીવન હવે સત્સંગમાં ગાળજો
મોટી આફત થી બચજો રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
હરીને દ્વારે શીશ નો નમાવ્યું
પારકી પંચાતમાં ખોવાણો રે વાલા
બટકુ રોટલો કૂતરાને નો આપ્યો
લાકડી લઈને દોડ્યા રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
ભવ તારણ ભગવાનના રે વાલા
ભૂલી તમે નો જાશો રે વાલા
આ રે જીવન સાર્થક કરવા
ગુણ ગોવિંદના ગાજો રે વાલા
બચકા ને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળીયો આવશે રે વાલા
પ્રેમાનંદ ભાવવિભોર થઈને કહેશે
નારાયણને સેવજો રે વાલા
માધવદાસ ની વાણી સુણીને
જીવન બદલાવી જોજો રે વાલા
બચકાને પોટલા બાંધીને બેસજો
હમણાં કાળિયો આવશે રે વાલા
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.