જન્માષ્ટમી નિમિતે ભજન (ભજન નીચે લખેલ છે) JANMASHTMI NIMITE BHAJAN
ગઢપુર ટાઉનશીપ ગોપી મંડળ
0:00 / 0:00
જન્માષ્ટમી નિમિતે ભજન (ભજન નીચે લખેલ છે) JANMASHTMI NIMITE BHAJAN
4 803 просмотра · 2 года назад
ગઢપુર ટાઉનશીપ ગોપી મંડળ
14,2 тыс. подписчиков
4 803 просмотра · 2 года назад
ધન્ય માં તું દેવકી ધન્ય માં યશોદા
હે અવતર્યા દીનાનાથ માં તારા ધન્ય ધન્ય ભાગ્ય છે
મથુરા ની જેલ માં જન્મ ધરી ને
અધમધ રાતે વાલો ગોકુળ આવી ને
હે આવ્યા છે નંદજી ને દ્વાર....માં તારા
માસી પૂતના વાલે પ્રાણ જ હરિયા
બિલ કુબેર ને વાલે મુક્ત રે કરીયા
હે એની લીલાં છે અપરંમપાર ....માં તારા
કાળેન્દ્રી માં જઈને કાળી નાગ નાથ્યો
નાગણીયું ને દર્શન દીધા
હે પાવન કીધા યમુના ના નીર ....માં તારા
કૈલાશ થી શંકર દર્શને આવ્યા
જોગીડા નું રૂપ ધરિ જટાધારી આવ્યા
હે મળ્યા છે હરિ હર ....માં તારા
અક્રૂડ તો તેડવા ને આવ્યા
મામા ને મોસાળ ભાણેજ આવ્યા
હે મામા ને મૂકતી દેનાર....માં તારા
માલણે ફૂલડાં ની માળા પેહેરાવી
કુબ્જા એ ચંદન તિલક કરિયા
માં બાપ ના છોડ્યા બંધન....માં તારા
નરસૈયો તારા ગુણલા રે ગાય છે
ગોપી મંડળ તારા શરણે રે જાય છે
દર્શન દેજો ને દીનાનાથ....માં તારા .