Haridhaam Na Hari
Tara Jevo Parbhu Kya Made
0:00 / 0:00
Haridhaam Na Hari
220 557 просмотров · 4 г. назад
Tara Jevo Parbhu Kya Made
6,3 тыс. подписчиков
220 557 просмотров · 4 г. назад
Bhajan :- હરિધામ ના હરિ
Music :- Nikhil Pranav shailesh (TRIO)
Singer :- Nikhil Palker
Producer :- Pradipbhai Tank
Audio recording, Mixed and Mastered by :--Pranav Mahant
(A Wave Lab Studio, Vadodara )
Credits
Bhajan Credit : @TaraJevoParbhuKyaMade
Video Credit : @ShriHariAshram
Lyrics:
હરિધામ ના હરિ,
હરપલ હૈયે સાંભરે...2
કૃપામાં પધારી,
મૂર્તિ મરમાળી
જતને અનોખી,
એની છુપી રખવાળી
પ્રભુતાનો ઉદધિ ઉભરે..
હરિ, મુરતિ ભૂલકાં સ્મરે
સ્મૃતિનો સમંદર લહેરે..2
હરિધામ ના હરિ
હરપલ હૈયે સાંભરે
અંતરો 1
કરુણામૂર્તિ, સ્વામીહરિ
હૃદયમાં વસતા..2
ચક્ષુઅમીથી રક્ષી
નિર્ભય નિશ્રા દેતા...
વાણીની સરવાણી,
દેતી સુખલ્હાણી
જીવ-શિવ નો નાતો,
હૈયે હાશ કરી જાતો
પળે પળે અંતરમાં સ્ફૂરે...
હરિ મુરતિ ભુલકાં સ્મરે,
સ્મૃતિ નો સમંદર લહેરે....2
હરિધામના હરિ...
અંતરો 2
વક્ષના શૌર્યથી ભીરુને
બળવાન બનાવ્યા.. હો...2
અપાર ધૈર્યથી સૌને
પ્રભુ પંથે ચલાવ્યા....
ચાલ મતવાલી
અડગ ડગવાળી,
નિષ્ઠા -ખુમારી,
સૌના હૈયે ઉતારી
પ્રેમ શુરા ભક્તિને પ્રેરે
હરિ મુરતિ,ભુલકા સ્મરે
સ્મૃતિનો સમંદર લહેરે..2
હરિધામના હરિ.....
અંતરો 3
પ્રાણ ના ભોગે સુહૃદભાવે
નિજ જન તેં સેવ્યા..2
જાણી જાણીને ઝેર પીધા
અમૃતરસ રેલાવ્યા
સંબંધે મહિમાનું,
દર્શન અનેરું
ગુણગાન ગાયું
ગૈયા લીંબતરું કેરું
મહિમાની ગરિમા નિતરે
હરિ મુરતિ ભુલકા સ્મરે
સ્મૃતિનો સમંદર લહેરે...2
હરિધામના હરિ....
End
હરિધામના હરિ
આત્મીય જગે વિલસે..2
અખંડ રહયાની
હરિ પ્રગટપણાની...2
પ્રતીતિમાં પ્રેમસ્વામી દીસે..
હરિ આશિર્વાદ
ભૂલકાં સ્મરે
પ્રેમચરણે શીશ ધરે....3