Перейти к содержимому

Shangar Aarti Darshan Salangpur Date 29-08-2026

Salangpur Hanumanji - Official

0:00 / 0:00

Shangar Aarti Darshan Salangpur Date 29-08-2026

26 724 просмотра · 2 дня назад
Salangpur Hanumanji - Official
649 тыс. подписчиков
26 724 просмотра · 2 дня назад
“આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ.” શ્રાવણ માસ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય વિવિધ ચોકલેટનો શણગાર એવં ચોકલેટ અન્નકૂટ ધરાવાયો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રાવણ માસના તા.29-08-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને વિવિધ ચોકલેટનો શણગાર એવં ચોકલેટ અન્નકૂટ ધરાવાયો અને ચોકલેટનો સિંહાસને શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. બપોરે 11:15 કલાકે વિગેરે પ્રકારના ચોકલેટ અન્નકૂટ ધરાવાયો હતો.આ અનેરા દર્શનનૉ લાભ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રીહરિ મંદિરમાં ભવ્ય તથા દિવ્ય હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળાની અદભુત કલાત્મક સજાવટ, ઝીણવટભર્યું કામ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરી તમામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સૌ હરિભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવવા હાર્દિક નિમંત્રણ છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી હૃદયપ્રકાશ સ્વામી દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે 5:00 થી 6:30 કલાકનો રહેશે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 04:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.04 સપ્ટેમ્બર 2026ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે. Hello Devotees Jai Shri swaminarayan Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. http://salangpurhanumanji.org શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/de... #salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩