રૂક્ષ્મણીના આવ્યા સંદેશ કૃષ્ણ તમે વેલેરા આવજો | Krishna Bhajan | Gujarati Kirtan | Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
રૂક્ષ્મણીના આવ્યા સંદેશ કૃષ્ણ તમે વેલેરા આવજો | Krishna Bhajan | Gujarati Kirtan | Hansaben Poriya
4 738 просмотров · 5 дней назад
હંસાબેન પોરિયા
39,8 тыс. подписчиков
4 738 просмотров · 5 дней назад
rukshmani na aavya sandesh krushn tame velera aavjo,
રૂક્ષ્મણીના આવ્યા સંદેશ, કૃષ્ણ તમે વેલેરા આવજો
— રુક્મિણીજીના પ્રેમભર્યા સંદેશ અને શ્રીકૃષ્ણના રુક્મિણીહરણની કથા રજૂ કરતું સુંદર ગુજરાતી ભજન.
આ ભજનમાં રુક્મિણીજી શ્રીકૃષ્ણને કાગળ લખીને વહેલા આવવાની વિનંતી કરે છે. રુક્મિણીજીના ભાઈ રુક્મી તેમને બીજા રાજકુમાર સાથે પરણાવવા માંગે છે, પરંતુ રુક્મિણીજીના હૃદયમાં તો શ્રીકૃષ્ણ જ વસેલા છે.
રુક્મિણીજી મંદિર પાસે મધરાતે મળવા માટે શ્રીકૃષ્ણને સંદેશ મોકલે છે. સંદેશ વાંચીને શ્રીકૃષ્ણ રથ તૈયાર કરે છે અને મંદિર પાસે આવી રુક્મિણીજીને પોતાની સાથે લઈ જાય છે. ત્યારબાદ માધવપુરમાં બંનેના વિવાહ થાય છે અને તેઓ દ્વારકા પધારે છે.
🎶 ભજન ગમે તો Like 👍, Share અને Hansaben Poriya ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
🔔 નવા ગુજરાતી કૃષ્ણ ભજન, રુક્મિણી વિવાહનાં કીર્તન અને ભક્તિ ગીતો માટે ચેનલ સાથે જોડાયેલા રહો.
━━━━━━━━━━━━━━━━━━
🎵 ભજનના શબ્દો:
━━━━━━━━━━━━━━━━━━
રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ ક્રીષ્ન તમે વેલેરા આવજો
વાલા હું તો લખું કાગળ ક્રીષ્ન તમે વેલેરા આવજો
છેલ્લો કાગળ મારો લખું સંદેશો
રાધાજી ના રસીયા તમે વેલેરા આવજો
જો જો ના કરતા કોઈને જાણ ક્રીષ્ન તમે વેલેરા આવજો
રાધા ચકોર મારી ચોરી પકડાવસે,
આ કામણગારી કુબજા કાળો કેર વર્તાવશે,
ગોપીઓને તો ગમશે નય જરાય ક્રીષ્ન તમે વેલેરા આવજો........
બાંધવ રૂક્મી તો મને બીજે પરણાવશે,
કહો મારા નાથ તમે ક્યારે મને મળશો,
મળજો તમે મંદિરે મધરાત ક્રીષ્ન તમે વેલેરા આવજો....
ફુલ રે વાડીમાં હું તો ફુલડાં રે વીણતી,
સરખી સૈયર મને મેણાં રે બોલતી,
નયનમાં માનીર ઉભરાઈ ક્રીષ્ન તમે વેલેરા આવજો...
મધરાતે સુતા મને સપનાંમાં આવીયા,
મેં રે જાણ્યું કે મારો નાથ મને મળીયા,
આતમ મારો અકળાય ક્રીષ્ન તમે વેલેરા આવજો...
વાંચી સંદેશ વાલે રથને શણગારો,
મંદિરની પાસે વાલે ઊભો રે રાખીયો,
રૂક્ષ્મણી નું હરણ કરી જાય ક્રીષ્ન તમે વેલેરા આવજો...
માધવપુરમાં વાલે મંડપ રચાવીયો,
રૂક્ષ્મણી ને સંગે વિવાહ રચાવીયા,
પરણીને દ્વારકામાં જાય ક્રીષ્ન તમે વેલેરા આવજો...
રાધાજી ના રસીયા પરણી પધાર્યા,
સત્સંગ મંડળ માં વાલો આવીને ઊભા,
દર્શન દેવા ને કાજ ક્રીષ્ન તમે વેલેરા આવજો...
રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ ક્રીષ્ન તમે વેલેરા આવજો
━━━━━━━━━━━━━━━━━━
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🙏 જય દ્વારકાધીશ 🙏
#રૂક્ષ્મણીવિવાહ #રૂક્ષ્મણીહરણ #કૃષ્ણભજન #શ્રીકૃષ્ણ #દ્વારકાધીશ #માધવપુર #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #KrishnaBhajan #RukminiVivah #RukminiHaran #Dwarkadhish #GujaratiBhajan #HansabenPoriya #hansaben #satsang #bhajan #kirtan #dhun