કોણ છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર? રામમંદિર અને કાશ્મીર સાથે શું કનેક્શન છે?
BBC News Gujarati
0:00 / 0:00
કોણ છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર? રામમંદિર અને કાશ્મીર સાથે શું કનેક્શન છે?
3 538 просмотров · 14 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
3 538 просмотров · 14 часов назад
#CEC #GyaneshKumar #370 #JammuAndKashmir #RamTempleTrust #ECI #Congress #BJP
વિપક્ષે બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે પદ પરથી હટાવવા માટે મહાભિયોગની પોતાની માગણી વધુ ઉગ્ર બનાવી છે.
આ માગણી 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલને પગલે કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' એટલે કે એસઆઈઆર (SIR) અભિયાન દરમિયાન ચૂંટણી કમિશનરોને અનેક નિર્ણયોની જાણ કરવામાં આવી નહોતી. બંને ચૂંટણી કમિશનરોએ આ નિર્ણયો સામે વારંવાર વાંધો ઉઠાવ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો કાર્યકાળ ખાસ્સો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યો છે. પોતાના અનેક નિર્ણયો માટે તેઓ વિપક્ષની ટીકાનો સામનો કરતા રહ્યા છે.
ત્યારે જાણીએ કે જ્ઞાનેશકુમાર કોણ છે, જેમણે ફેબ્રુઆરી 2025માં મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભાળ્યો હતો.
જ્ઞાનેશકુમારે ફેબ્રુઆરી, 2025માં ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે તેમની કારકિર્દીની વિગતોમાં બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરવામાં અને રામમંદિર ટ્રસ્ટની સ્થાપનામાં તેમની ભૂમિકાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ મીડિયા અહેવાલ અંગે ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પંચે કહ્યું છે કે બહુમતી સભ્યો ધરાવતી બંધારણીય સંસ્થામાં અલગ-અલગ મત, સૂચનો અને ટિપ્પણીઓ આવવી સામાન્ય પ્રક્રિયા છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati