ગુરુ ની છાશ સોડા પીવા ગોંડલ વારંવાર હોલ્ટ કરવો પડશે | Buttermilk Soda with 9 spices | Famous food
Gujju box
0:00 / 0:00
ગુરુ ની છાશ સોડા પીવા ગોંડલ વારંવાર હોલ્ટ કરવો પડશે | Buttermilk Soda with 9 spices | Famous food
63 250 просмотров · 5 лет назад
Gujju box
313 тыс. подписчиков
63 250 просмотров · 5 лет назад
ગોંડલ ની ટૂર આ વખતે તો ખુબજ ઝડપથી પુરી થઇ તેવું લાગતું હતું પણ સુરેશ્વરના પરોઠા ખાધા પછી જયારે અમે બહાર નીકળ્યા ત્યારે બપોરના 1.30 નો સમય થયો હતો અને ગરમી પણ અસહ્ય હતી. ગોંડલમાં જે અમારી હેલ્પ કરી રહ્યા હતા તે ચેતનભાઈએ મને ગોંડલની કપૂરિયાં ચોકની ફૅમસ છાસ સોડા પીવા લઇ ગયા. હવે છાસ સોડા તો મેં અગાઉ રાજકોટમાં પણ પીધેલી હતી એટલે મને થયું ચાલો ખાલી ગરમી ભગાવવા પી લઈએ .. પણ અહીં છાસ સોડા બનાવતા જોયું ત્યારે આશ્ચર્ય થયુ આશરે 8 થી 9 જેટલા મસાલા ગ્લાસ માં નાખવામાં આવ્યા અને પછી ગ્લાસમા ઘોરવું નખી તેને સરખું મિક્સ કરી અને પછી તેમાં સોડા ભરવામાં આવી, જેવો 1 ગ્લાસ છાસ સોડા મેં પીધી મને તરતજ બીજી સોડા પીવાનું મન થયું અને સીધો બેગમાંથી કૅમેરો કાઢ્યો, અને દુકાનદારને બીજી 2 છાસ સોડા નો ઓર્ડર આપી શૂટિંગ ચાલુ કર્યું. મને થયું કે જે સોડા ધાર્યા કરતા સ્વાદમાં આટલી મઝેદાર હોઈ તો મારે એનો વીડિયો ચોક્કસ શેર કરવો જોઈએ.
આ છાસ સોડા માં સૌથી વધુ મજા તેના ઘોરવાની સાથે સાથે એડ થયેલા ઘરગથ્થું મસાલાના કોમ્બિનેશનમાં હતી.
વધુ વિગતો વીડિયોમાં જોવા મળશે.
વીડિયો પૂરો જોવા નમ્ર વિનંતી.
Price : Rs 20
એડ્રેસ :
પરેશ પાન એન્ડ સોડા સેન્ટર (ગુરુ સોડા)
કપૂરિયા ચોક
ગોંડલ
જિલ્લો રાજકોટ