માતાજી / નવરાત્રી / મરઘો બોલે કૂકડે કૂક / કંચનમાં ભજન મંડળ પૂના / Manjulaben Patel / ગુજરાતી ભજન
Kanchanma Mandal
0:00 / 0:00
માતાજી / નવરાત્રી / મરઘો બોલે કૂકડે કૂક / કંચનમાં ભજન મંડળ પૂના / Manjulaben Patel / ગુજરાતી ભજન
2 680 просмотров · 4 дн. назад
Kanchanma Mandal
47 тыс. подписчиков
2 680 просмотров · 4 дн. назад
બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને �瑲બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે.
અમારું લક્ષ્ય એ છે કે આજની તથા આવનારી નવી પેઢી ગુજરાતી ભજન, કીર્તન અને સત્સંગ દ્વારા સત્યના માર્ગે ચાલે અને શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યે ભાવ અને ભક્તિ વધે.🙏
અમે ભજન અને કીર્તન દ્વારા આ દિવ્ય સંદેશ ફેલાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ — કારણ કે સંતો અને મહાત્માઓએ જણાવ્યુ છે કે નવધા ભક્તિમાં ભજન–કીર્તન એક અતિ મહત્વપૂર્ણ અંગ છે 🌸
..... ભજન ના શબ્દો .....
રાગ : દિલકો દેખો ચહેરાના દેખો ચહેરો ને લાખો કો લુંટા
અંબે માં ગોરા કાળકા માં કાળા બહુચર માં કેડેથી પાતળા ... હે ... મરઘો બોલે કુક ડે કુક (૨)
માની તે પારે સુથારી આવે
સુથારી માંડવી લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક (2)
માની તે પારે કુંભારી આવે
કુંભારી ગરબો લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક (2)
માની તે પારે દોશીડો આવે
દોશીડો ચુંદડી લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કુક...(2)
માની તે પારે મણિયારો આવે
મણીયારો ચુડલા લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક (2)
માની તે પારે સોનીડો આવે
સોનીડો હારલા લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક..(2)
માની તે પારે માળીડો આવે
માળીડો ગજરા લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક..(2)
માની તે પારે લુહારી આવે
લુહારી ત્રિશુળ લાવે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક..(2)
માની તે પારે કંચન મંડળ આવે
માના તે ગરબા ગાયે ... હે ... મરઘો બોલે કૂકડે કૂક..(2)
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Haresh Kotak