ભૂંડી હાર થયા બાદ પણ ટ્રમ્પ સાહેબનો ‘વટ’ હજુય એવોને એવો!
I am Gujarat
0:00 / 0:00
ભૂંડી હાર થયા બાદ પણ ટ્રમ્પ સાહેબનો ‘વટ’ હજુય એવોને એવો!
4 726 просмотров · 13 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
4 726 просмотров · 13 ч назад
મિડટર્મ ઈલેક્શનમાં શરમજનક હાર બાદ પણ ટ્રમ્પની અકડ જરાય ઓછી નથી થઈ, આમ તો આ પરિણામોથી તેમને પોતાની ટર્મ પૂરી કરવામાં કોઈ જ તકલીફ નથી થવાની પરંતુ તેમની પાર્ટી હવે ચોક્કસ મોટી મુસીબતમાં આવી ગઈ છે. મંગળવારે રાતે કાઉન્ટિંગ શરૂ થયું ત્યારે પ્રેસિડેન્ટ વ્હાઈટ હાઉસમાં ફોક્સ ન્યૂઝ જોઈ રહ્યા હતા અને તેમણે કેટલાક મીડિયા હાઉસીસને ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલ સાથે વાત કરતા ટ્રમ્પે એ વાતનો સ્વીકાર કર્યો કે ઈરાન વૉરને કારણે રિપબ્લિકન્સને મિડટર્મમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે આ યુદ્ધ અમેરિકાના હિતમાં હતું અને તેની શરૂઆત કરવાનો પોતાને કોઈ જ વસવસો નથી. ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે એવું જણાવ્યુ હતું કે પોતે બેલેટ પર ના હોવાથી રિપબ્લિકન્સને વોટ નથી મળ્યા, જો 2024ની જેમ આ વખતે બેલેટ પર તેમનું નામ હોત તો અમેરિકન્સે ચોક્કસ રિપબ્લિકન પાર્ટીને વોટ આપ્યો હોત. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે એવું કહ્યું હતું કે જે કંઈ પરિણામ આવ્યા તેનો પોતે સ્વીકાર કરે છે. ઉલ્લેખનીય છે કે, 2020ના ઈલેક્શનમાં હાર થયા બાદ ટ્રમ્પે પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી પોતાના સમર્થકોની ઉશ્કેરણી કરતા કેપિટલ હિલ્સમાં ભારે ધમાલ થઈ હતી.