ભાવે ભજીલ્યો ને પીરશાહ ના નામનેરે | Pirsha na naam ne re... | Satpanth Bhajan
SATPANTH SANSTHA
0:00 / 0:00
ભાવે ભજીલ્યો ને પીરશાહ ના નામનેરે | Pirsha na naam ne re... | Satpanth Bhajan
17 031 просмотр · 2 месяца назад
SATPANTH SANSTHA
12 тыс. подписчиков
17 031 просмотр · 2 месяца назад
ગુરૂ ભેટયા મુને ભાવે ભવ તારવારે,
લેશે સેવકની સંભાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(ટેક)
મનુષ્ય દેહ ફરી કેવી રીતે આવશેરે,
વેળા વીતે છે આ વાર;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(અંતરા ૧)
સુખ સંપત સર્વે મળી,
વળી મળિયો મનુષ્ય દેહ;
ભવતારણ ભેટીયા,
તોએ ના લાધ્યો છેહ.
જૂઠી માયાએ મન મારું બાંધીયું રે,
તેથી પડશે ચોરાસીની જાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(ટેક)
મનુષ્ય દેહ ફરી કેવી રીતે આવશેરે,
વેળા વીતે છે આ વાર;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(અંતરા ૨)
સંચિતે સર્વે મળ્યું,
વળી મનુષ્યને ભરતખંડ;
સફળ તે જો થાયે નહિ,
તો પડશે દેવનો દંડ.
હળીમળી ને સાથે સહુને ચાલવું રે,
ભજવા એક જ દિનદયાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(ટેક)
(અંતરા ૩)
કુટુંબ કબિલો કારમું,
ચોદિશ ખાવા ધાયે;
મૂરખ તે શું મોહી રહ્યો,
જન્મ અકારત જાયે.
મારું તારું મૂરખે મન માન્યું રે,
પણ સર્વે એક જ દયાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(ટેક)
(અંતરા ૪)
જુગત્તિ જુગની જાણવી,
આદે અંતની રીત;
જે પંથે વિષ્ણુ વળ્યા,
તે શું દેવું ચિત્ત.
વાટે વાટે જાવું આપણેરે,
જે ઘાટે હોય શ્રી ગોપાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(ટેક)
(અંતરા ૫)
અખિલાનંદ આનંદકંદ,
વિશ્વવ્યાપક જેહ;
સગુણ રૂપે આવીયા,
ખોળી કાઢો તેહ.
વેદ વાણી ને યુગ સાથે સાંધવી રે,
જોવા ગોર બ્રહ્માજી દયાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(ટેક)
(અંતરા ૬)
નાંયાની અરજી ચિત્ત ધરી,
ગુરૂજી આવ્યા ત્યાંહેં;
પૂરવના સંજોગથી,
ઝાલી તેની બાંહે.
'ખાકી' સેવા નિસદિન કીજીયે રે,
ભય રાખી વેદની ભાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
(સમાપન)
મનુષ્ય દેહ ફરી કેવી રીતે આવશેરે,
વેળા વીતે છે આ વાર;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે.
ગુરૂ ભેટયા મુને ભાવે ભવ તારવારે,
લેશે સેવકની સંભાળ;
ભાવે ભજીલ્યો ને પીરશાહના નામને રે....