વૃંદાવન ગામની રે બેની હું તો છું વૃંદા 🌿 લખેલું છે 👇
NS Bhajan
0:00 / 0:00
વૃંદાવન ગામની રે બેની હું તો છું વૃંદા 🌿 લખેલું છે 👇
508 просмотров · 10 месяцев назад
NS Bhajan
18,6 тыс. подписчиков
508 просмотров · 10 месяцев назад
🌿 તુલસી વિવાહ સ્પેશિયલ ભજન 🌿
વૃંદાવન ગામની રે બેની
હું તો છું વૃંદા
તુલસી છે મારું નામ
ચુડલો પહેર્યો જીવનમાં
ગોવિંદ ના નામ નાં
મેંતો ગણેશ બેસાડ્યા
માંડવડે માધવરાય
ચૂડલો પહેર્યો જીવનમાં
પુરુષોત્તમ નામની
બેની ચોરી રે બાંધી
મીંઢોળમાં મોહન દેખાય
ચુડલો પહેર્યો જીવનમાં
વિઠ્ઠલ ના નામની
બેની પહેરી વરમાળા
ઘરેણામાં ઘનશ્યામ દેખાય
ચુડલો પહેર્યો જીવનમાં
પરમેશ્વર ના નામનું
મેતો પાનેતર પહેર્યું
ચુંદડી ઓઢાડે ચતુર્ભુજ
ચુડલો પહેર્યો જીવનમાં
જાદવ કુળની બેની
જાન મારી આવશે
આવશે ગોકુળિયુ ગામ
ચુડલો પહેર્યો જીવનમાં
ઘોડલે ચડીને ઘનશ્યામ
પરણવા આવશે
હૈયામાં હરખ નાય
ચુડલો પહેર્યો જીવનમાં
માધવ સાથે રે બેની
હું માયરા માં બેઠી
ફેરા ફરે કૃષ્ણ મોરાર
ચુડલો પહેર્યો જીવનમાં
વાસુદેવ દેવકી મારા
સાસુ ને સસરા
શામળિયો છે ભરથાર
ચુડલો પહેર્યો જીવનમાં
માતા પિતા રે આજ
મને કન્યાદાન દેશે
દાન લેસે દેવકી સંતાન
ચુડલો પહેર્યો જીવનમાં
તુલસીજી નો ચુડલો
જે કોઈ ગાશે
હોજો એનો વ્રજમાં વાસ
ચૂડલો પહેર્યો જીવનમાં