Перейти к содержимому

ભક્તોના ટોળા આવે મંદિરમાં | bhakto na tola aave mandir ma | Shiv Bhajan | Gujarati kirtan | Hansaben

હંસાબેન પોરિયા

0:00 / 0:00

ભક્તોના ટોળા આવે મંદિરમાં | bhakto na tola aave mandir ma | Shiv Bhajan | Gujarati kirtan | Hansaben

3 786 просмотров · 23 ч назад
હંસાબેન પોરિયા
42,3 тыс. подписчиков
3 786 просмотров · 23 ч назад
bhakto na tola aave mandir ma , ભક્તોના ટોળા આવે મંદિર માં દર્શન કરવાને કાજ માનવી આવે મંદિરમાં , daeshan karva ne kaj manvi aave mandir ma ૐ નમઃ શિવાય 🙏🔱 આ સુંદર ગુજરાતી ભજનમાં ભગવાન ભોળાનાથ અને તેમના પ્રિય પોઠિયા (નંદી મહારાજ) સાથે જોડાયેલી એક રસપ્રદ લોકકથા રજૂ કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તો પોઠિયાને માનવધર્મ વિશે પૂછે છે. પોઠિયો ભગવાન શિવજીને પ્રશ્ન પૂછે છે, પરંતુ પાછા ફરતી વખતે બોલવામાં ભૂલ કરી બેસે છે. ત્યારબાદ ભોળાનાથ તેને શ્રાપ આપે છે અને પોઠિયો પોતાના ઉદ્ધાર માટે પ્રાર્થના કરે છે. આ ભજનમાં ભક્તિ સાથે લોકકથા અને સુંદર સંદેશનો અનોખો સંગમ જોવા મળે છે. 🌺 🎵 ભજનના શબ્દો | Gujarati Bhajan Lyrics ભક્તોના ટોળા આવે મંદિરમાં દર્શન કરવાને કાજ માનવી આવે મંદિરમાં... ભક્તોએ જઈને પોઠીયા ને પૂછ્યું શું છે માનવનો ધરમ માનવી આવે મંદિરમાં... પોઠીયા એ જઈને શિવજીને પૂછ્યું શું છે માનવનો ધરમ માનવી આવે મંદિરમાં... શિવજીએ પોઠીયાને એમ જ કીધું ત્રણ વાર નાવું ને એકવાર ખાવું એ છે માનવ નો ધરમ માનવી આવે મંદિરમાં... હાલક ડોલક થાતો પોઠિયો રે આવ્યો હે જી બોલવામાં પડી ગઈ ભૂલ માનવી આવે મંદિરમાં... પોઠિયા એ આવીને એમ જ કીધું ત્રણ વાર ખાવું ને એકવાર નાવું હે જી અનાજ ની પડી ગઈ તાણ માનવી આવે મંદિરમાં... ભોળાનાથે પોઠીયાને શ્રાપ જ દીધો જા હવે તું રળીને ખવડાવ માનવી આવે મંદિરમાં... શ્રાપ સુણીને પોઠીયો ધ્રુજવા રે લાગ્યો ક્યારે થશે મારો ઉદ્ધાર માનવી આવે મંદિરમાં... અમાસના દિવસે જે કોઈ તને જોડશે ઘોંસરું લઈ લઉં મારી કાંધ માનવી આવે મંદિરમાં... પોઠીયા ની અરજ જે કોઈ ગાશે થાશે એનો કૈલાશમાં વાસ માનવી આવે મંદિરમાં... ━━━━━━━━━━━━━━━━━━ ❤️ ભજન ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો. આવી જ સુંદર ગુજરાતી ભજન, કીર્તન, શિવભજન અને સંતવાણી સાંભળવા માટે અમારી ચેનલ Hansaben Poriya (હંસાબેન પોરિયા) ને Subscribe કરો. 🔱 હર હર મહાદેવ 🔱 🙏 જય ભોળેનાથ 🙏 #ભક્તોનાટોળાઆવે #ShivBhajan #GujaratiBhajan #GujaratiSantvani #NandiMaharaj #Pothiya #Bholenath #HarHarMahadev #ગુજરાતીભજન #HansabenPoriya #hansaben #bhajan #kirtan #satsang #bhakti #dhun