Перейти к содержимому

આવી રહયુ ઘડપણ ને વિતી યુવાની 💐 આખુ ભજન લખેલું છે

Jay mataji mandal🙏🏻 sadadvel

0:00 / 0:00

આવી રહયુ ઘડપણ ને વિતી યુવાની 💐 આખુ ભજન લખેલું છે

244 просмотра · 4 недели назад
Jay mataji mandal🙏🏻 sadadvel
63 подписчика
244 просмотра · 4 недели назад
હે આવી રહ્યું ઘડપણ ને વીતી યુવાની તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની હે કાળા ધોળા કેશ થયા. નયન તણા તેજ ગયા હાટડી સંકેલી બત્રીશ બાવા ગયા હે ગોરા ગોરા મુખડા ની લાલી લૂંટાની તારી મુલાકાત........ હે શ્રવણ તની શ્રવણના ગઈ . રચનાથી અમી ગઇ જીવન બાગ મા પાનખર આવી ગઈ હે ધીરે ધીરે જિંદગી આ પુરી થવાની તારી મુલાકાત.... હે કામ કરતાં થાક લાગે. હાથ પગ ના સાંધા દુઃખે જઠર અગ્નિ મંદ પડી. દુઃખ દર્દ માજા મૂકે. હે ઉભો છે કાળ પેલો ડોળા ફાડી તારી મુલાકાત પ્રભુ..... જિંદગી માં જોયાં ઘણાં ટાઢ અને તડકા હે દુઃખ ભરી દુનિયામાં જોયાં ઘણાં ભડાકા. હે સૂના સૂના હૈયામા તારી નિશાની તારી મુલાકાત પ્રભુ....... હે આશા તણો દોર જાલી રાખું છું તુજને હે ચરણ સ્પર્શ થાય એવો અંત સમય મુજને હે આતમ સાદ તણો દે જો જગાવી તારી મુલાકાત પ્રભુ.... હે આવી રહયુ.......