SMC 2026: Computer MCQs Part-1 | CCC Level Important Questions | anami academy
Anami Academy
0:00 / 0:00
SMC 2026: Computer MCQs Part-1 | CCC Level Important Questions | anami academy
7 294 просмотра · 4 месяца назад
Anami Academy
1,66 тыс. подписчиков
7 294 просмотра · 4 месяца назад
નમસ્કાર દોસ્તો...🙏🏻
Anami Academy માં તમારું સ્વાગત છે.
SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓની ભરતીમાં "કમ્પ્યુટરનું બેઝિક નોલેજ (CCC લેવલ)" અત્યંત મહત્વનો વિષય છે, જે તમામ પોસ્ટ માટે 10 માર્કસનું ભારણ ધરાવે છે.
આ વિડિયો સીરીઝના Part-1 માં આપણે 100 મોસ્ટ ઈમ્પોર્ટન્ટ MCQs સોલ્વ કરીશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
📌 વિડિયોમાં શું જોવા મળશે?
CCC લેવલના પાયાના પ્રશ્નો.
SMC સિલેબસ મુજબના ટોપિક્સ.
સરળ સમજૂતી સાથેના MCQ.
પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું સંકલન.
📌 વિડિયોમાં કયા ટોપિક્સ કવર કરવામાં આવ્યા છે?
👉🏻 Microsoft Office
👉🏻 Operating System (Windows)
👉🏻 Computer Hardware & Memory
👉🏻 Internet & Networking
👉🏻 Cyber Security
👉🏻 Full Forms & Extensions
👉🏻 Daily Usage Tips
📥 PDF માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો: https://t.me/anamiacademy
🎯 Useful For: SMC માં આવેલ તમામ જગ્યાઓની ભરતી માટે.
જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડિયોને Like કરજો, તમારા મિત્રો સાથે Share કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#SMCBharti #ComputerMCQ #AnamiAcademy #CCCLevel #SMCExam2026 #GujaratGovtJobs #ComputerBasic #smc
⚠️ અગત્યની સૂચના: પ્રશ્નમાં સુધારો ⚠️
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આપણે અપલોડ કરેલા SMC 2026: Computer MCQs Part-1 ના વિડિયોમાં ૩ પ્રશ્નમાં ક્ષતિ રહી ગઈ છે. સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવી એ મારી પ્રાથમિકતા છે, તેથી નીચે મુજબનો સુધારો ખાસ નોંધી લેજો:
૧. પ્રશ્ન નં ૨૮: વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં 'Registry' ખોલવા માટે રન કમાન્ડમાં શું લખવામાં આવે છે?
❌ ભૂલથી અપાયેલો જવાબ: (A) registry
✅ સાચો જવાબ: (D) regedit
૨. પ્રશ્ન નં ૬૫: 'અલગ અલગ પ્રોટોકોલ' ધરાવતા નેટવર્કને જોડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
❌ ભૂલથી અપાયેલો જવાબ: (D) બ્રિજ (Bridge)
✅ સાચો જવાબ: (C) ગેટવે (Gateway)
(કન્સેપ્ટ ક્લિયર: 'બ્રિજ' એ માત્ર સમાન પ્રોટોકોલ ધરાવતા નેટવર્કને જોડવા માટે જ વપરાય છે, જ્યારે 'અલગ અલગ પ્રોટોકોલ' આવે ત્યારે હંમેશા જવાબ 'ગેટવે' જ આવે છે.)
૩. પ્રશ્ન નં ૬૬: કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ ડેટા ટ્રાન્સફર રેટ માપવાનો એકમ 'Bps' માં 'B' એટલે શું થાય છે?
❌ ભૂલથી અપાયેલો જવાબ: (B) બીટ (bit)
✅ સાચો જવાબ: (A) બાઈટ (Byte)
(કન્સેપ્ટ ક્લિયર: સ્મોલ 'bps' પૂછાય તો 'બીટ' (bit) આવે અને કેપિટલ 'Bps' પૂછાય તો 'બાઈટ' (Byte) આવે. પ્રશ્નમાં ટાઈપિંગમાં કેપિટલ B લખાઈ ગયું હોવાથી સાચો જવાબ બાઈટ ગણાશે.)
આ ભૂલ બદલ હું દિલથી ક્ષમા ચાહું છું. તમારી મહેનત એળે ન જાય તે માટે આ સુધારા અત્યારે જ તમારી નોટ્સમાં કરી લેવા વિનંતી.
આવી ભૂલ બીજી વાર નહીં થાય તેની પણ ખાતરી આપું છું.
તમારા સાથ અને સહકારની અપેક્ષા...🙏🏻