Перейти к содержимому

यमुनाजीपद १,२,३,४स्श्रीविठ्ठलदासबापोदारारागरामकलीतालजपतालपुष्टियमुने भजो@manharbapodara9902ભાવાર્થ

Manhar Bapodara

0:00 / 0:00

यमुनाजीपद १,२,३,४स्श्रीविठ्ठलदासबापोदारारागरामकलीतालजपतालपुष्टियमुने भजो@manharbapodara9902ભાવાર્થ

83 просмотра · 2 дня назад
Manhar Bapodara
4,39 тыс. подписчиков
83 просмотра · 2 дня назад
श्रीयमुनाजीपद नं १,२,३,४स्वरश्रीविठ्ठलदासबापोदारारागरामकलीतालजपतालपुष्टियमुने भजो@manharbapodara9902ભાવાર્થ : શ્રી યમુનાજી શ્રીઠાકોરજીની સાથે વિવિધ રસભર્યા વિહાર કરેછે .સર્વ ભક્તોને સુખ આપવા માટે જ આપ શ્રીઠાકોરજી સાથે રમણ કરે છે .:પોતાના સુખ માટે નહીં : જયારે શ્રી ઠાકોરજી આપના ભક્તોને લીલા વિહારનું સુખ આપવાની સંમતિ દર્શાવે છે ત્યારે જ આપના ચિતને ચેન પડે છે .||૧|| વેદ ,પુરાણ આદિમાં એ પ્રસિધ્ધ છે કે પુષ્ટિ -ફલનું દાન કરવું એ શ્રીયમુનાજીના અધિકારમાં છે .નામ -સ્મરણ માત્રથી જ આપ ભક્ત પર અતુલ કૃપા કરોછો . જે ભક્ત આપનું દર્શન કરે છે,આપનો સ્પર્શ કરે છે અને હૃદયમાં આપનું ધ્યાન ધરે છે તેની સાથે જ શ્રી ઠાકોરજી સદા આનંદથી વિહરે છે .||૨ || બિછુરેલા જીવોના ત્રિવિધ દુ :ખ દૂર કરી અલૌકિક સુખનું દાન કરવાની આપની પ્રતિજ્ઞા છે અને ત્યાં સુધી ભૂતલ બિરાજવાનો આપે શ્રીઠાકોરજી સાથે કરાર કર્યો છે . આવાં શ્રી યમુનાજી કૃપાળુ સ્વરૂપને જાણીને તમે તેમના ખૂબ ગુણગાન કરો તો શ્રીહરીરાયજી આજ્ઞા કરે છે કે શ્રીઠાકોરજી રૂપી અમૂલ્ય હીરાની તમને પ્રાપ્તિ થશે .||૩ || ભાવાર્થ : જ્યાં શ્રી યમુનાજીનું નામ સ્મરણ થતું હોય તે સ્થળ શ્યામસુંદરના સુખનું ધામ બની જાય છે .જે ભક્ત શ્રી યમુનાજીના દિવ્ય યશના ગુણગાન કરે છે .તે ખૂબ ભાગ્યશાળી છે કારણકે શ્રી ઠાકોરજી હંમેશાં તેના હૃદયમાં પધારીને બિરાજે છે .||૧ || શ્રીહરિરાયજી વારંવાર આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજી જગતમાં સર્વ સારરૂપ છે ,બધા જીવોના આધારરૂપ છે અને નિર્ધનનું ધન છે.જે ભક્ત શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરે છે તેને આપ અભયપદનું દાન આપો છો .અને આવા ભક્તોનેજ યુગલ સ્વરૂપ વશ થઈને રહે છે .||૨ || ભાવાર્થ :બધી શ્રુતિઓ નિશ્ચયપૂર્વક ક હે છે કે રૂપ છે કે વેદોના સાર શ્રીયમુનાજી છે .હે સખી ! શ્રીયમુનાજી બધા જ પ્રકારના દુ :ખો દૂર કરેછે અને અનંત સુખની વૃષ્ટિ કરે છે . એમના વિના આવી કૃપા કરવા કોણ સમર્થ છે ? ||૧ || જયારે જીવ બ્રહ્મ સંબંધ લે છે ત્યારે આપનીઆવું અમૂલ્ય રત્ન રૂપ ડાબી ભુજા ફરકે છે અને આપના મનમાં એટલો બધો આનંદ થાય છે કે આપ હરખી દોડતાં પ્રિયતમની પાસે જઈને મોટા અવાજે ભકતના બ્રહ્મસંબંધને દૃઢ કરવાનું તેમને કહો છો .||૨ || આપનું આવું અમૂલ્ય રત્નરૂપ નામ સ્મરણ બધા જીવો કરી શકતા નથી .ફક્ત ભક્ત જ આપના નામ રૂપી અમૂલ્ય રત્નનો હાર હૃદયમાં રાખી શકેછે .શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જેના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા થાય તે જ જીવ શ્રીયમુનાજીના રસ -સ્વરૂપને પારખી શકે છે .||૩ ||શબ્દાર્થ :નેન =નેત્ર ,ભાનુ =સૂર્ય .કેલિ =લીલા ,ભ્રમર =વમળ . ભાવાર્થ " હે ભક્ત ! સૂર્યપુત્રી શ્રી યમુનાજીનાં નયન ભરીને દર્શન કર . જયારે આપ પ્રિયતમની સાથે વિહાર કરો છો ત્યારે આપ્ જળમાં વમળો પ્રગટે છે અને વિહાર સમયે જે શ્રમ =જલ પ્રગટ થાય છે તે અમારા મનને આનંદથી ભરી દે છે ||૧ || આપ મલપતા ટેઢી ચાલથી એવાં ચાલો છો કે પ્રિયતમના મનને મોહી લો છો . જેથી આપના વિના એક ક્ષણ પણ પ્રીતમ અળગા રહી શકતા નથી . શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આપના તટ પર પ્રીતમ સદા રાસ કરે જાય છે . હે શ્રી યમુનાજી ! આપ પરમ ઉદાર હોઈ નિર્ધનનું ધન છો. ||૨||