Перейти к содержимому

Mandvi મેઘરાજાની એન્ટ્રી.. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો... નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

KUTCH KANOON AND CRIME NEWS

0:00 / 0:00

Mandvi મેઘરાજાની એન્ટ્રી.. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો... નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

2 890 просмотров · 5 дней назад
KUTCH KANOON AND CRIME NEWS
38,9 тыс. подписчиков
2 890 просмотров · 5 дней назад
માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી... ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો... જળબંબાકાર સ્થિતિ વચ્ચે પ્રિમોન્સૂન કામગીરીની ખુલી ગઈ પોલ... માંડવી પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે ખેડૂતો તેમજ સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જોકે બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો માટે મુશ્કેલી પણ ઊભી થઈ હતી. માંડવીના નવા ગોકુલવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સાથે કેટલાક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું. જેના કારણે સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરનો સામાન બચાવવા તેમજ પાણી બહાર કાઢવા માટે લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત વિસ્તારમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોના પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા હતા. નોંધનીય છે કે ચોમાસા પૂર્વે શહેરમાં વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ જ ભારે વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા આ કામગીરીની પોલ ખુલી ગઈ હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આગામી દિવસોમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines #Social #media #gujratnews #Breakingnews #dailynews #dailynewsupdate #dailynewstelevision #mundranews #bhujnews #abadasanews #nakhtrananews #anjarnews #bhachaunews #gandhidhamnews #raparnews #mandvinews #samachar #kkccrimenews #kutchkanoonandcrime #kkcnews #kkc crime news #kutchnews_channel #kutch_news_today #kutch_news live #kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news #rapar_news #kutch_gujarat_news #kutch_samachar #breaking_news #daily_news_update #today_news_headlines #latest_news #crime_news #political_news #social_media_news #accident_news #local news_update #gujarati_news #gujarati_samachar #gujarat_news #kutch_gujarati_news #gujarati_breaking_news #gujarat_latest_news news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live