Dhadhilila I Janak Vasoya I Dhadhi Leela I ઢાઢીલીલા I ગૌ.વા. જનક વસોયા | પુષ્ટિમાર્ગીય ઉત્સવ
પુષ્ટિ પથ पुष्टि पथ Pushty Path
0:00 / 0:00
Dhadhilila I Janak Vasoya I Dhadhi Leela I ઢાઢીલીલા I ગૌ.વા. જનક વસોયા | પુષ્ટિમાર્ગીય ઉત્સવ
5 192 просмотра · 5 дней назад
પુષ્ટિ પથ पुष्टि पथ Pushty Path
3,58 тыс. подписчиков
5 192 просмотра · 5 дней назад
જનક વસોયા ઢાઢીલીલાઃ
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરામાં ભક્તિ સંગીત, કીર્તન અને ખાસ કરીને ઢાઢીલીલાનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. 21મી સદીના પ્રારંભિક બે દાયકામાં આ પરંપરાને જીવંત રાખવામાં અને તેને લોકપ્રિય બનાવવામાં ગૌ.વા જનક વસોયાનું મોટું યાગદાન છે.
કોરોનાના કપરા કાળામાં તેઓ ગૌલોકવાસી થયા હતા. જનક વસોયા તેમની સહજ રજૂઆત, મધુર કંઠ અને શુદ્ધ વૈષ્ણવ ભાવ માટે ઓળખાય છે. તેઓ ઢાઢીલીલામાં માત્ર ગાયન જ નહીં, પરંતુ પરંપરાગત વેશભૂષા અને અસ્ખલિત વ્રજભાષા-ગુજરાતીના મિશ્રણ સાથે જીવંત અભિનય રજૂ કરતા હતા. તેમની રજૂઆત દરમિયાન સમગ્ર સભા કે હવેલીનું વાતાવરણ નંદબાવાના આંગણા જેવું બની જતું હતું, વૈષ્ણવો ઝૂમી ઊછતા હતા અને નંદોત્સવનો સાક્ષાત્ આનંદ અનુભવ કરતા હતા. હવેલી સંગીત અને વૈષ્ણવ પરંપરાના આ પ્રાચીન લોકસ્વરૂપને તેમણે દેશ-વિદેશમાં યોજાતા ધાર્મિક ઉત્સવો અને મનોરથો દ્વારા યુવા પેઢી સુધી પહોંચાડવામાં જનક વસોયાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
હવે જોઈએ ઢાઢીલીલા શું છે?
જ્યારે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ એટલેકે નંદ મહોત્સવ ઊજવાય છે, ત્યારે નંદરાયજીના દ્વારે વ્રજવાસીઓ, ગાયકો અને ઢાઢી-ઢાઢણ વધાઈ ગાવા આવે છે. ઢાઢીલીલા મુખ્યત્વે નંદ મહોત્સવના ઉપલક્ષ્યમાં રજૂ કરવામાં આવે છે. તેમાં પારંપરિક વેશભૂષા (ઢાઢી અને ઢાઢણનો વેશ) ધારણ કરી, નંદરાયજી અને યશોદાજી પાસે કાનાના જન્મોત્સવની વધાઈ માંગવામાં આવે છે. આ ઉત્સવમાં હાસ્ય, વિનોદ, નૃત્ય અને કૃષ્ણપ્રેમનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
#DhadhiLila #JanakVasoya #Pushtimarg #Nandotsav #HaveliSangeet #ShriKrishna #PushtimargUtsav #ઢાઢીલીલા #જનકવસોયા #પુષ્ટિમાર્ગ #નંદમહોત્સવ #હવેલીસંગીત #શ્રીકૃષ્ણ #ગુજરાતીસંસ્કૃતિ
@goswamivishalnathdwara5524 @yadunathiji @Dwarkeshlaljgoswamichamparanya @sharnamgoswami @shreevallabhacharyapragtyapith @shrivallabhapushtiparivar1253