Chamunda Maa Ni Stuti | Lyrical | Gujarati Devotional Stuti |
IVY Meshwa Lyrical
0:00 / 0:00
Chamunda Maa Ni Stuti | Lyrical | Gujarati Devotional Stuti |
10 758 428 просмотров · 2 года назад
IVY Meshwa Lyrical
534 тыс. подписчиков
10 758 428 просмотров · 2 года назад
@IVYMeshwaLyrical
Presenting : Chamunda Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#chamunda #lyrical #mataji #stuti
Audio Song : Chamunda Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Brahmani Maa
Festival : Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ જય હો તારો માઁ (2)
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તુ દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સૂઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માંડમાં માડી તમારું તેજ છે
આ વિશ્વને ડોલાવવુ તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઈ શકે
તુ ધારે માઁ જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમા
તુ સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યા ના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજ ને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડૂબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ ચામુંડા હાથ જોડી કરું તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના (2)
શ્રી ચામુંડા માઁની જય