Перейти к содержимому

પૈસો કેવા પાપ કરાવે - PAISO KEVA PAAP KARAVE - HEMANT CHAUHAN BHAJAN

Bhajan-Garba-Aarti

0:00 / 0:00

પૈસો કેવા પાપ કરાવે - PAISO KEVA PAAP KARAVE - HEMANT CHAUHAN BHAJAN

212 626 просмотров · 11 месяцев назад
Bhajan-Garba-Aarti
710 подписчиков
212 626 просмотров · 11 месяцев назад
પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પતન કરે છે કંઈક પરાયા પ્રભુથી દૂર કરાવે છે પતન કરે છે કંઈક પરાયા પ્રભુથી દૂર કરાવે છે મધઘેલા થઇ માનવીઓ શિયળ કંઈક જતાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે માનવ ખુદ શેતાન બને છે નૈતિકતા અભડાવે છે માનવ ખુદ શેતાન બને છે નૈતિકતા અભડાવે છે માતપિતા ભ્રાતાં ભગીનીનાં પૈસો ખૂન કરાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે વેરઝેરના બાવળ વાવી સગપણને સળગાવે છે વેરઝેરના બાવળ વાવી સગપણને સળગાવે છે બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો સત્ય બધું એ છુપાવે છે પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો સત્ય બધું એ છુપાવે છે સંતો, ભગતો ભલભલાને પૈસો નાચ નચાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે આપ કહે માલિક ન થાશો પર ઉપકારે જે વાવે છે આપ કહે માલિક ન થાશો પર ઉપકારે જે વાવે છે પૈસો બેડો પાર કરેને જગને પગમાં ઝુકાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે.