શ્રાદ્ધની કથા | રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા | Gujarati Bhajan | Narsinh Mehta Bhajan
H G PATEL OFFICIAL MUSIC
0:00 / 0:00
શ્રાદ્ધની કથા | રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા | Gujarati Bhajan | Narsinh Mehta Bhajan
1 885 просмотров · 9 часов назад
H G PATEL OFFICIAL MUSIC
2,99 тыс. подписчиков
1 885 просмотров · 9 часов назад
🙏 *રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા* 🙏
નરસૈયાની અખૂટ ભક્તિ અને ભગવાન પ્રત્યેના અડગ વિશ્વાસની સુંદર કથા રજૂ કરતું આ ભાવસભર ગુજરાતી ભજન પ્રેમથી સાંભળો.
પિતાના શ્રાદ્ધની ચિંતા, મહેતીની શ્રદ્ધા, નરસૈયાની હરિભક્તિ અને પોતાના ભક્તનું કાર્ય પૂર્ણ કરવા ભગવાનની કૃપા — આ ભજનમાં ભક્તિ અને વિશ્વાસનો સુંદર ભાવ સમાયેલો છે.
ભગવાન પર સાચો વિશ્વાસ હોય ત્યારે ભક્તની ચિંતા પણ ભગવાન પોતાની માની લે છે — આ ભાવ સાથે આ ભજન અંત સુધી જરૂર સાંભળજો.
ભજન ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🙏
🎵 *Full Lyrics | સંપૂર્ણ ગુજરાતી ગીતના શબ્દો*
રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા
દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા
જુનાગઢમાં નરસૈયાનો વાસ ગોવિંદા
આવ્યા જુનાગઢ ગામ ગોવિંદા
પિતાનું શ્રાદ્ધ આવ્યું ગોવિંદા
ભોજાય મેણલા બોલી ગોવિંદા
નાગરી નાત ને જમાડો નરસૈયા
મહેતા તો મનમાં મૂંઝાણા નરસૈયા
કેમ કરી નાતને જમાડું ગોવિંદા
નાકની વાળી મારી આપુ નરસૈયા
વાળી વેચવાને હાલ્યા નરસૈયા
ઘઉં ને ગોળ તો આપ્યા નરસૈયાને
ઘી તો રહી ગયું બાકી ગોવિંદા
તપેલી લઈને ચાલ્યા નરસૈયા
ઉધાર કોઈ નો આપે ગોવિંદા
બીજી દુકાને હાલ્યા નરસૈયા
વેપારી બહાના બતાવે ગોવિંદા
ત્રીજી દુકાને હાલ્યા નરસૈયા
વેપારી નાચ નચાવે ગોવિંદા
પગમા ઘુઘરા બાંધે નરસૈયા
હાથમાં કરતાલ લીધી ગોવિંદા
ભજનમાં ભાન ઈ તો ભૂલ્યા નરસૈયા
વાલે વિચારી છે વાત ગોવિંદા
નરસૈયા નું રૂપ વાલે લીધું ગોવિંદા
આવ્યા મહેતી ને ઘેરે ગોવિંદા
નાગરી નાતને લાવ્યા ગોવિંદા
મેહતી તો મનમાં મુંજાણા ગોવિંદા
સોનાના પાટલા લાવો મહેતીજી
નાત ને જમવા દેવું ગોવિંદા
સાડલો મારો ફાટેલો નરસૈયા
સોનાની થાળી લાવો મેહતીજી
નાત ને જમવા દેવું ગોવિંદા
વાળી તો તમે મારી વેહેચી નરસૈયા
સોનાની થાળી ક્યાંથી લાવું નરસૈયા
વચલા ઓરડીયામાં જાવો મહતીજી
ઉંદરના ઉકેરા જાજા નરસૈયા
ડગમગતે પગલે ચાલ્યા મહેતીજી
ધન દોલત અપાર નરસૈયા ગોવિંદા
મેહતી તો વિસ્મય પામ્યા ગોવિંદા
ધન્ય છે ભક્તિ તારી નરસૈયા
નાગરી નાત ને જમાડે ગોવિંદા
વચમાં તે વાલો મારો બેઠો નરસૈયા
બત્રીસ કટોરા દાળ પીધી ગોવિંદા
ચોસઠ પાતર લાડુ ખાધા ગોવિંદા
પિતાનું શ્રાદ્ધ વાલે નાખ્યું ગોવિંદા
કામ કરી વાલો મારો ચાલ્યો ગોવિંદા
🙏 જય શ્રી કૃષ્ણ
🙏 રાધે રાધે
🙏 નરસૈયાના નાથની જય
#RadheGovind #GujaratiBhajan #NarsinhMehta
radhe govind bhajo radhe govinda,રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા,narsaiya bhajan,narsinh mehta bhajan,નરસૈયા ભજન,નરસિંહ મહેતા ભજન,narsaiya shradh bhajan,નરસૈયાનું શ્રાદ્ધ,gujarati bhajan,gujarati bhajan 2026,gujarati krishna bhajan,krishna bhajan gujarati,radhe krishna bhajan,gujarati devotional song,gujarati bhakti geet,gujarati kirtan,santvani bhajan,prachin gujarati bhajan,dwarka na nath bhajan,નરસૈયાનો નાથ,દ્વારિકાના નાથ,રાધે ગોવિંદા,ગુજરાતી ભજન